ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વધુ ૧૦ દિવસ ખેંચાય તો ૯૦ ટકા મોરબી સિરામિક એકમો બંધ : પ્રમુખ

Machhu news morbi

 ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વધુ ૧૦ દિવસ ખેંચાય તો ૯૦ ટકા મોરબી સિરામિક એકમો બંધ : પ્રમુખ



પ્રોપેન ગેસનો પુરવઠો ૧-૨ દિવસમાં પૂરો થઇ જશે નેચરલ ગેસમાં પણ ૫૦ ટકા કાપ મુકવામાં આવ્યો

ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુધ્ધે સમગ્ર મિડલ ઇસ્ટ વિસ્તારને બાનમાં લીધું છે યુધ્ધને પગલે સમગ્ર દુનિયાના અર્થતંત્રને અસર પહોંચી રહી છે ગેસ અને તેલના પુરવઠાનું પરિવહન નહિ થઇ સકતા દુનિયાભરમાં અસર જોવા મળી રહી છે તો મોરબી સિરામિક એકમો બંધ થવાનું શરુ થઇ ચુક્યું છે અને આગામી દિવસોમાં ૯૦ ટકા યુનિટો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

મોરબી સિરામિક એસો પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે યુધ્ધને પગલે ગલ્ફ દેશોમાંથી આવતો ગેસ સપ્લાય અટકી ગયો છે અને ગુજરાત ગેસ પણ થોડો પુરવઠો બચ્યો છે આજે ઉદ્યોગકારો સાથે મીટીંગમાં ૧૫ થી વધુ ફેકટરીઓએ શટડાઉન કર્યાની માહિતી મળી છે અને આગામી દિવસોમાં અન્ય એકમો પણ બંધ થશે પ્રોપેન ગેસ વપરાશ કરનાર ૬૦ ટકા સિરામિક એકમો પાસે ૧-૨ દિવસ ચાલે તેટલો પુરવઠો છે અને પ્રોપેન સપ્લાય સદંતર બંધ છે જેથી ૧-૨ દિવસમાં વધુ એકમો બંધ થશે

તેમજ ગુજરાત ગેસ દ્વારા મળતી સપ્લાયમાં ૫૦ ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે અને અમારા અંદાજ મુજબ ૧૫ માર્ચ સુધી ગેસ સપ્લાય ચાલુ રહી સકે છે અને યુદ્ધ વધુ ૧૦ દિવસ ખેંચાય તો ૯૦ ટકા એકમો બંધ કરવા પડશે તેમ પ્રમુખે ઉમેર્યું હતું.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !