આવતીકાલ તા. ૦૯ એપ્રિલ ૨૦૨૫થી એડવાન્સ મિલ્કત વેરો/પાણી દર પર વળતર

Machhu news morbi
આવતીકાલ તા. ૦૯ એપ્રિલ ૨૦૨૫થી એડવાન્સ મિલ્કત વેરો/પાણી દર પર વળતર

યોજનાનો શુભારંભ થશે: મેયરશ્રી, ડે. મેયરશ્રી, ચેરમેનશ્રી-સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.

કમિશનરશ્રી, શાસક પક્ષ નેતા અને શાસક પક્ષ દંડકની જાહેરાત

વન ટાઈમ ઈન્સટોલમેન્ટ સ્કીમ ૨.૦નો પણ શુભારંભ: તા.૩૧-૦૫-૨૦૨૫ સુધીમાં વોર્ડ ઓફીસ અથવા ઓનલાઇન નોંધણી કરાવી મિલકતધારક લાભ લઇ શકશે

ટેક્સની રકમ ઓનલાઇન ઓફલાઈન, તમામ સિવિક સેન્ટર અને તમામ વોર્ડ ઓફિસ ખાતે જમા કરાવી શકાશે,



રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા.૦૯/૦૪/૨૦૨૫ના રોજથી એડવાન્સ મિલ્કત વેરો પાણી દર પર વળતર યોજનાનો શુભારંભ થઈ રહ્યો છે. ટેક્સની રકમ ઓનલાઇન/ઓફલાઈન, તમામ સિવિક સેન્ટર અને તમામ વોર્ડ ઓફિસ ખાતે ભરી શકાશે, તેમ મેયરશ્રી નથનાબેન પેઢડીયા, ડે. મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર શ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા શ્રી લીલુબેન જાદવ અને દંડક શ્રી મનીષભાઈ રસડિયાએ જાહેરાત કરી છે.

(૧) નવા નાણાંકીય વર્ષમાં વસુલાત શરૂ કર્યાની તારીખથી તા.૩૧મે ૨૦૨૫ સુધીમાં સામાન્ય કર, સફાઈ કર, શિક્ષણ ઉપકર, ફાયર ટેક્ષ, ડેનેજ કર, દીવાબતી કર તથા પાણી ચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની ચડત રકમ તથા વ્યાજ/નોટિસ ફ્રી સહિતની પુરેપુરી રકમ ભરપાઈ કરી આપનારને સને ૨૦૨૫-૨૦૨૬ ની સામાન્યકર, પાણી ચાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની રકમના ૧૦ % વળતર આપવામાં આવશે.

(૨) ઉપરોકત (૧)માં જણાવેલ મુદત પુરી થયે ત્યાર પછીના ૩૦ દિવસની અંદર એટલે કે, તા.૦૧ જુન, ૨૦૨૫થી તા.૩૦ જુન-૨૦૨૫ સુધીમાં સામાન્ય કર, સફાઈ કર, શિક્ષણ ઉપકર, ફાયર ટેક્ષ, ડેનેજ કર, દીવાબતી કર તથા પાણી ચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની ચડત રકમ તથા વ્યાજ/નોટિસ ફી સહિતની પુરેપુરી રકમ ભરપાઈ કરી આપનારને સને ૨૦૨૫-૨૦૨૬ની સામાન્યકર, પાણી યાર્જ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જની રકમના ૫ % વળતર આપવામાં આવશે.

(૩) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૫ % વળતર આપવામાં આવશે.

(૪) ઉપરોકત (૧) તથા (૨) માં જાણાવેલ વિગતો ઉપરાંત ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને આપવામાં આવનાર વળતર ઉપરાંત વિશેષ ૧ % વળતર આપવામાં આવશે.

(૫) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ વિગતો ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજના દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧ % વળતર આપવામાં આવશે.
(૬) ઉપરોકત (૧) તથા (૨)માં જણાવેલ ૪૦% થી વધારે દિવ્યાંગતા હોય અને ફક્ત તેમના જ નામે હોય તેવી રહેણાંક મિલકતોને વિશેષ ૫ % વળતર આપવામાં આવશે. (આવો લાભ ફક્ત એક મિલકત પૂરતો સિમિત રહેશે.)

(5) ઉપરોક્ત સંદર્ભ-(૨)ના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરીપત્ર મુજબ આગામી નાણાકીય વર્ષ : ૨૦૨૫-૨૬ દરમિયાન આર્મી મેન, એકસ આર્મી મેન કે તેમના વિધવા પત્ની, તેમજ આર્મી મેન કે એકક્સ આર્મી મેનના પત્નીનાં નામથી આવેલ પોતાની માલિકીની એક મિલકત પુરંતુ સામાન્યકરની રકમનાં ૧૦૦ % વળતર આપવામાં આવશે. (આવો લાભ ફક્ત કોઈ એક રહેણાક મિલકત પૂરતો જ મર્યાદિત રહેશે.)

વન ટાઈમ ઈન્સટોલમેન્ટ સ્કીમ ૨.૦

One Time Installment Scheme 2.0

(૧) આ યોજનાનો લાભ લેવા મિલ્કતધારક દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન તા.૩૧-૦૫-૨૦૨૫ સુધીમા વોર્ડ ઓફીસ અથવા ઓનલાઇન નોંધણી (રજીસ્ટ્રેશન) કરાવીને મિલકત વેરા અથવા પાણીચાર્જના બીલમાં દર્શાવેલ ચાલુ વર્ષની (વ્યાજ સહિત) રકમના ૧૦૦% અને એરીયર્સની (વ્યાજ સહિત) રકમનાં ૨૫% જેટલી રકમનો પ્રથમ હપ્તો ભરવાનો રહશે. બાકીની ૭૫% રકમ આગામી ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન ૨૫%,૨૫% અને ૨૫%ના ત્રણ હપ્તામાં ભરવાની રહેશે.

(૨) પ્રથમ હપ્તો ભરપાઇ થયા બાદ બાકી રહેલ એરીયર્સની (વ્યાજ સહિત) રકમને ર૫%, ૨૫% અને ૨૫% એમ કુલ ૦૩ (ત્રણ) હપ્તામાં વિભાજીત કરવામાં આવશે, જે ત્રણ હપ્તા આગામી ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન જે તે વર્ષના વેરાની રકમ સાથે ભરવાના રહેશે. બાકી હપ્તાની રકમ ઉપર કોઇપણ જાતના વધાસના ચાર્જ/વ્યાજ/નોટીસ ફી ચુકવવાના થશે નહીં.

(૩) ઉપરોકત ક્રમ નં.૨ મુજબ નિયત હપ્તાની રકમ તથા જે તે નાણાકીય વર્ષની મીલ્કત વેરાની રકમ જે તે નાણાકીય વર્ષના 30 સપ્ટેમ્બર સુધીમાં ભરપાઈ કરવાની રહેશે. અન્યથા આ યોજનાનો લાભઆપો આપ બંધ થશે. તેમજ બાકી રહેલ સંપૂર્ણ રકમ પર જે તે નાણાકીય વર્ષના ૧-ઓક્ટોબરથી નિયમ પ્રમાણે વ્યાજ તથા નિયત નોટીસ ફી વસુલવાપાત્ર થશે. જે મિલકતધારક સળંગ ૪(ચાર) વર્ષ દરમ્યાન પોતાને ભરવાપાત્ર થતી કુલ રકમ નિયમિત ૪(ચાર) વર્ષ દરમિયાન ભરપાઇ કરશે તો તે મિલકત માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે અન્યથા આ યોજનાનો લાભ આપોઆપ બંધ થશે.

(૪) જે તે નાણાકીય વર્ષની વળતર યોજના (એટલે કે અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ) દરમ્યાન જો મિલ્કતધારક જે તે નાણાકીય વર્ષની મિલકત વેરાની રકમ સાથે એરીયર્સની સંપૂર્ણ રકમ (તમામ હપ્તા) એક સાથે જમા કરાવે તો તેવા સજોગોમાં જ જે તે વર્ષની વળતર યોજનાની જોગવાઇઓ મુજબ વળતર મળવાપાત્ર થશે. એરીયર્સની રકમ બાકી હશે તો તેવા સંજોગોમા આ વળતર યોજનાનો લાભ મિલકતધારકને મળવાપાત્ર થશે નહી.

(૫) આયોજના દરમ્યાન જો મિલકતધારકને મિલકત વેરા-પાણી ચાર્જીસમાં નામ-ટ્રાન્સફર/ભાગલા અરજી કરાવા માટે કુલ બાકી માંગણાની પૂરે પુરી રકમ ભરપાઈ કર્યા બાદ જ નામ-ટ્રાન્સફર/ભાગલા અરજી કરી શકશે.

(૬) આ યોજના દરમિયાન મિલકતના બાંધકામ, ઉપયોગ કે ભોગવટામાં ફેરફાર થયે સંબધિત મિલકતની આકરણી રિવાઇઝ કરવાની થતી હોવાથીઆવા સંજોગોમાઆ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહી.
સહિત કુલ રકમનું જે-તે નાણાકીય વર્ષ દરમ્યાન એક (સીંગલ) જ પેમેન્ટ કરવાનું રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા

વન ટાઈમ ઈન્સટોલમેન્ટ સ્કીમ ૨.૦

યોજનાની વિગત :

યોજનામાં જોડાનાર મિલ્કતધારકે નાણાકિય વર્ષ ૨૦૨૫-૨૬ થી શરૂ કરી સળગ ૦૪ વર્ષ સુધી જે તે વર્ષનો ચાલુ સાલનો મિલ્કત વેરો પુરેપુરો ભરવાનો રહેશે તેમજ પાછલા બાકી વર્ષોની ચડત રકમ કુલ ૦૪ વાર્ષિક ઇન્સ્ટોલમેન્ટમાં ભરવાની રહેશે એટલે કે ૦૪ વર્ષ સુધી પ્રત્યેક નાણાકિય વર્ષમાં જે તે સાલનો, ચાલુ વર્ષનો પુરેપુરો મિલ્કત વેરશે તથા જુની ચડત રકમના ૨૫% ભરવાના રહેશે. એટલે કે,

1. પ્રથમ વર્ષે (૨૦૨૫-૨૬) જે તે વર્ષના ચાલુ સાલનો વેરાની રકમ તથા જુના ચડત વેરાની ૨૫ % રકમ તા.૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં ભરવાની રહેશે.

२. બીજા વર્ષે (૨૦૨૬-૨૭) જે તે વર્ષના ચાલુ સાલનો વેરાની રકમ તથા જુના ચડત વેરાની ૨૫ % રકમ તા.૦૧/૦૪/૨૦૨૬ થી તા.૩૦/૦૯/૨૦૨૬ સુધીમાં ભરવાની રહેશે.

3. ત્રીજા વર્ષે (૨૦૨૭-૨૮) જે તે વર્ષના ચાલુ સાલનો વેરાની રકમ તથા જુના ચડત વેરાની ૨૫ % રકમ તા.૦૧/૦૪/૨૦૨૭ થી તા.૩૦/૦૯/૨૦૨૭ સુધીમાં ભરવાની રહેશે.

४. ચોથા વર્ષે (૨૦૨૮-૨૯) જે તે વર્ષના ચાલુ સાલનો વેરાની રકમ તથા જુના ચડત વેરાની ૨૫ % રકમ તા.૦૧/૦૪/૨૦૨૮ થી તા.૩૦/૦૯/૨૦૨૮ સુધીમાં ભરવાની રહેશે

> આમ (જે તે નાણાકિય વર્ષનો ચાલુ સાલનો વેરાની રકમ + જુની ચડત રકમની ૨૫ % ઇન્સ્ટોલમેન્ટની) પ્રથમ વર્ષની રકમ તા.૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં અને બીજા, ત્રીજા અને ચોથા વર્ષે (જે તે નાણાકિય વર્ષનો ચાલુ સાલનો વેરાની રકમ * જૂની ચડત રકમની ૨૫ % ઇન્સ્ટોલમેન્ટની રકમ) જે તે નાણાકીય વર્ષમાં ૦૧ લી એપ્રિલ થી ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ભરવાની રહેશે. આ રીતે વેરો સળંગ ૦૪ વર્ષ સુધી ભરવાનો રહેશે. જેમાં ચુક થયે મિલ્કત ધારક ઇન્સ્ટોલમેન્ટ સ્કીમમાથી આપોઆપ બાર નીકળી જશે અને સ્કીમનો લાભ મળતો તેમને બંધ થશે તેમજ બાકીની રકમ પર વાર્ષિક ૧૮% લેખે વ્યાજ ચડવાનું આપોઆપ શરૂ થઇ જશે.

આ વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમની વિશેષતા એ છે કે આ સ્કીમમાં જોડાવાથી જુની ચડત રકમ પર વાર્ષિક ૧૮% લેખે લાગતું વ્યાજ બંધ થઇ જશે. તેમજ ચડત રકમ ૦૪ વર્ષમાં ઇન્સ્ટોલમેન્ટમાં ભરવાની તક મળશે તેમજ મિલ્કતધારક સીલીંગ, નળ કનેક્શન કપાત, ડ્રેનેજ કનેકશન કપાત તથા હરાજી જેવી કડક કાર્યવાહીથી બચી શકશે.

વન ટાઇમ સ્કીમમાં જોડાવાની પ્રક્રિયા:

આ યોજનામાં જોડાવા મિલ્કતધારક તા.૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ WWW.RMC.GOV.IN UR PROPERTY TAX सेशनमा TAX PAYMENT HÌ Y ONE TIME INSTALLMENT SCHEME પર કલીક કરી (જે તે નાણાકિય વર્ષનો ચાલુ સાલનો વેરાની રકમ + જુની ચડત રકમની ૨૫ % ઇન્સ્ટોલમેન્ટની રકમ) ભરી જોડાઇ શકશે તેમજ પોતાના વિસ્તારની વોર્ડ ઓફીસ ખાતે જઈને યોજનામાં જોડાઈ શકે છે.

ચાલો ઉદાહરણથી સમજીએ.

ધારોકે સુરેશભાઇની મિલ્કતનો ચડત વેરો રૂ.૧૨,૦૦૦/- છે અને આ મિલ્કતનો પ્રત્યેક વર્ષનો મિલ્કત વેરો રૂ.૪,૦૦૦/- છે. સુરેશભાઇએ વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમમાં જોડાવા માટે તેઓને ચડત રૂ.૧૨,૦૦૦/- ની રકમ ૦૪ વાર્ષિક ઇન્સ્ટોલમેન્ટમાં ભરવાની રહેશે. એટલે કે સુરેશભાઇને ૧૨,૦૦૦/- ની રકમના ૨૫% લેબે રૂ.3,000/-પ્રત્યેક વર્ષે ભરપાઇ કરવાના રહેશે. તેમજ તેમને જે તે વર્ષના ચાલુ વર્ષના વેરાની રકમ રૂ.૪,૦૦૦/- પણ પ્રત્યેક વર્ષે ભરપાઇ કરવાની રહેશે. આ પ્રક્રિયા સળગ ૦૪ વર્ષ સુધી સુરેશભાઈએ કરવાની રહેશે.

આમ જો સુરેશભાઇ વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમમાં જોડાય છે તો તેઓએ જુની ચડત વેરાની રકમ તથા પ્રત્યેક વર્ષના વેરાની રકમ નીચે મુજબ ભરપાઇ કરવાની રહેશે.

પાછલા બાકી /ચડત વેરાની રકમ (રૂપિયામાં)

નાણાકિય वर्ष

વર્ષની वेसे (રૂપિયામાં)

કુલ વેરી (રૂપિયામાં)

કુલ ચુકવણી (રૂપિયામાં)

બાકી રકમ (રૂપિયામાં)

ઇન્સ્ટોલમેન્ટ ભરવાની તારીખ

૪,૦૦૦ (ચાલુ વર્ષની રકમ) + 3,000(જુની ચડત રકમના २५%)= ७०००

૨૦૨૫. 25

०१/०४/२५ श्री ३१/०५/२५

8,000

15,000

6,000

૪,૦૦૦ (ચાલુ વર્ષની ૨૩૫) + ૩.૦૦૦(જુની ચડત રકમના २५६) ७.०००

२०२७-१७

०१/०४/२६ थी 30/०८/२७

6,000

४,०००

13,000

5,000

૪,૦૦૦ (ચાલુ વર્ષની રકમ) + ૩,૦૦૦(જુની ચડત રકમના २५% ७,०००

२०१७२८

૦૧/૦૪/૨૭ થી ३०/०६/२७

5,000

1,000

3,000

૪,૦૦૦ (ચાલુ વર્ષની રકમ)

२०२८-२८

૦૧/૦૪/૨૮ થી ३०/०६/२८

3,000

3,000

૩૦૦૦(જુની ચડત રકમના २५%) ७०००

0

નોંધ : સુરેશભાઇએ ઉકત સ્કીમમાં જોડાયા બાદ અન્ય ઇન્સ્ટોલમેન્ટની રકમ પ્રત્યેક વર્ષે ૦૧ એપ્રિલ થી ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ભરવાની રહેશે. અન્યથા તેઓ આપોઆપ આ સ્કીમમાંથી બહાર નીકળી જશે અને બાકી તમામ રકમ પર વાર્ષિક ૧૮% લેખે વ્યાજ ચડવાનું ચાલુ થઇ

આમ જોઇ શકાય છે કે વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટમાં જોડાનાર સુરેશભાઇ ૦૪ વર્ષ સુધી નિયમિત વેશે ભરશે તો ૦૪ વર્ષને અંતે તેમની મિલ્કતનો ચડત વેરો શુન્ય થઇ જશે. તેમજ ચાર વર્ષ સુધી જુની ચડત વેરાની રકમ પર વ્યાજ ભરવામાંથી તેમને મુક્તિ મળશે.

(વેરા વસુલાત શાખા)
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !