દુબઈ ખાતે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની ભવ્ય જીત થતા સમગ્ર દેશવાસીઓએ રસ્તા પર આવીને ઉજવણી કરી હતી. દેશભરમાં લગભગ તમામ સ્થાને વિવિધ જગ્યા પર આતિષબાજી કરી હતી.ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ચેમ્પિયન બન્યું છે. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ભારતેન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ત્રીજું ટાઇટલ મેળવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 12 વર્ષે ટ્રોફી પર કબજો કર્યો છે. જેને લઈને આજે સમગ્ર દેશની સાથે ભાવનગરમાં પણ જોવા મળ્યો હતો ગુજરાતમાં લગભગ તમામ સ્થાનો પર લોકો જીતની ઉજવણી કરવા રસ્તા પર આવી ગયા હતા. અમદાવાદ, રાજકોડ, જામનગર, સુરત, ભાવનગર, દ્વારકાના વિવિધ સ્થળો પર આતિશબાજી કરી લોકો દ્વારા જીતના વધામણા કરવામાં આવ્યા હતા.
ચેમ્પિયન ટોફીમાં ભારતની જીત ને લઇ અમદાવાદમાં ઉજવણી થઈ જેમાં બાપુનગર, એસ.જી.હાઈવે સહિત શહેરના અનેક સ્થળો પર લોકોએ ઉજવણી કરી હતી. રોડ ઉપર આવીને લોકોએ ઉજવણી કરી તેમજ ફટાકડા ફોડીને લોકોએ પોતાના આનંદની વહેંચણી કરી હતી.