આઈ ટી વિભાગ દ્વારા ઘણા સમય બાદ મોરબી જીલ્લામાં અને ખાસ કરીને મીઠા ઉધોગ પર દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના અલગ લગ શહેરોમાં મીઠાના વેપારીને ત્યાં આઈ ટી વિભાગની ૨૫ જેટલી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તો માળિયા નજીક આવેલ દેવ સોલ્ટ નામની ફેક્ટરી પર પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાની માહિતી મી છે.
ભારતભરમાં મીઠાનું ઉત્પાદનમાં ગુજરાત કરતી બીજા નંબરનું રાજ્ય છે. તેમાં પણ માળિયા અને કચ્છ વિસ્તારમાં મીઠાના ઉત્પાદનમાં અગ્રેસર રહે છે ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાં મીઠાના વેપારીને ત્યાં આઈ ટી વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તમામ સ્થળે વહેલી સવારથી દરોડાની કામગીરી ચાલી રહી છે ત્યારે માળિયા નજીક આવેલ દેવ સોલ્ટ ફેકટરીમાં વહેલી સવારથી આઈ ટી વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે તો ડોક્યુમેન્ટ અને ડીજીટલ આધાર પુરાવાની ચકાસણી કરવામાં આવી રહી હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે તેમજ દેવ સોલ્ટની અમદાવાદ ખાતે આવેલ કોર્પોરેટ ઓફીસ,જામનગર અને ગાંધીધામ સહીતની જગ્યા પર આઈ ટી વિભાગ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
ગુજરાતના મોટા ગજાના ક્ષત્રીય અગ્રણી અને મીઠા ઉધોગના અગ્રણી એવા દેવ સોલ્ટમાં આઈ ટી ના દરોડાના પાડવામાં આવતા મીઠા ઉધોગમાં ફફડાટ મચી છે. તો આઈ ટી વિભાગ દ્વારા મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાના કરને જામનગર અને રાજકોટ સહિતની ટીમોને પણ તપાસ માટે બોલવામાં આવી હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે. તો આઈ ટી વિભાગની આ કામગીરી ૨૫ જેટલી ટીમોમાં ૧૦૦ જેટલા અધિકારીઓ ૧૫ થી વધુ સ્થળો પર તપાસ કરી રહ્યા છે તેમજ તપાસ દરમિયાન બેનામી વ્યવહારો અને દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા હોવાની માહિતી સુત્રો દ્વારા મળી રહી છે.