ચાઇનાથી પ્રસરેલા HMPV નામનાં વાઇરસ ધરાવતોએક પોઝિટિવ કેસ ગુજરાત મા નોંધાયો હતો. જેના અનુસંધાનેરાજ્યની સાથો સાથ મોરબી નું આરોગ્ય તંત્ર પણ હાય એલર્ટ છે. જેમાં સંભવિત રોગ નાં દર્દી માટે મોરબી સીવીલ હોસ્પિટલમાં આઇશોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અનેતબીબો ટીમ તૈનાત રાખવામાં આવ્યા છે. વોર્ડમાં પણ જરૂરીત તમામ સાધન સામગ્રી ની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
તબીબી અધિક્ષક ડો.પ્રદીપ દુધરેજીયા એ વેન્ટિલેટર,ઓક્સિજન.દવાઓના સ્ટોક સહિતની સુવિધા સાથે તબીબી ટીમ સજ્જ કરી.
ચાઇનાથી HMPV નામનો એક વાઈરસ પ્રસર્યો છે. આ વાયરસના લક્ષણધરાવતા એક દર્દીનો ગુજરાતમાં પોઝિટિવરિપોર્ટ મળતા જ રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્કબન્યું છે. રાજ્ય સરકારની સૂચના મુજબ મોરબી નું આરોગ્યતંત્ર અને મોરબી સીવીલ હોસ્પિટલ નું તંત્ર પણ એલર્ટ બન્યું છે. જે મુજબ મોરબી સીવીલ હોસ્પિટલ આઇસોલેશન વોર્ડ તૈયાર કરીદેવામાં આવ્યો છે. જેમાં ઓક્સિજન, વેન્ટિલેટર દવાનો જથ્થો બાળકોનીસારવાર માટે જરૂરી એચ.એસ.એન.સી. મશીનરી વગેરે પણ ઉપલબ્ધ છે. ઉપરાંત તબીબ ટુકડી પણ તૈયાર રાખવામાં આવીછે. ઉપરોક્ત વાઇરસ સંદર્ભે મોરબી સીવીલ હોસ્પિટલ નું તંત્ર સંપૂર્ણ પણે તૈયાર હોવાનું મોરબી સીવીલ હોસ્પિટલ ના તબીબી અધિક્ષક Dr પ્રદીપ દુધરેજીયા એ જણાવ્યું છે.વધુમાં HMPV વાયરસનાં રીપોર્ટ રાજકોટ અને અમદાવાદ મા ઉપ્લબ્ધ છે.