ગુજરાત મોરબી કોલસા ચોરી કોભાંડમાં તમામ ૧૨ આરોપીના છ દિવસના રિમાન્ડ મંજૂર.

Machhu news morbi
કંડલા બંદરથી રાજસ્થાન જતા ટ્રકમાંથી પેટકોક અને કોલસો ચોરી કરવાના કોભાંડનો પર્દાફાશ કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૧૨ ઇસમોને ઝડપી લઈને ૧૫૮૪ ટન પેટકોક, ૫૦૦ ટન કોલસા ઉપરાંત છ વાહનો અને ૧૭ મોબાઈલ સહીત ૩.૫૭ કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો જે આરોપીઓને કોર્ટમાં રજુ કરતા છ દિવસના રિમાન્ડ મંજુર થયા છે.SMC ટીમે મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક પેટ્રોલ પંપ ખાતે રેડ કરી હતી જ્યાં કંડલા બંદરથી ટ્રકમાં રાજસ્થાન તરફ મોકલવામાં આવતા પેટકોક અને કોલસાની ચોરી કરવાના કોભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો સ્થળ પરથી ૧૫૮૪ ટન પેટકોક કીમત રૂ ૨,૦૫,૯૨,૦૦૦ કોલસો ૫૦૦ ટન કીમત રૂ ૪,૮૦,૦૦૦ રોકડ રૂ ૨,૪૧,૧૭૫ મોબાઈલ ફોન નંગ ૧૭ કીમત રૂ ૩.૫૦ લાખ, બે ટ્રેલર કીમત રૂ ૮૦ લાખ, ૨ લોડર મશીન કીમત રૂ ૧૫ લાખ, ૪ કાર કીમત રૂ ૨૫.૫૦ લાખ સહીત કુલ રૂ ૩,૫૭,૧૩,૧૭૫ નો મુદામાલ જપ્ત કર્યો હતો. SMC ટીમે સ્થળ પરથી આરોપી ભાવેશ પ્રાણજીવન શેરશીયા, જયદેવ કરશનભાઈ ડાંગર, મયુરરાજસિંહ સુખદેવસિંહ જાડેજા, સારંગ સુરેશભાઈ ગાંભવી, ભીખુભાઈ વનરાવનભાઈ ઠક્કર, જયદીપગીરી ભરતગીરી ગૌસ્વામી, ગુડ્ડુકુમાર ભૂધનરાય યાદવ, રાહુલ બનારસીરાય યાદવ, સંજુ કિશનભાઈ નીનામા, વિપુલ પાંસુભાઈ પરમાર, દીપક પ્રભાતભાઈ આહીર અને કિશોર એમ ૧૨ આરોપીને ઝડપી લીધા હતા અને આરોપીઓ વિરુદ્ધ તાલુકા મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવતા આગામી તા. ૧૩ સુધીના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે જે રિમાન્ડ દરમિયાન ફરાર આરોપીઓ અંગે સઘન પૂછપરછ કરાશે તેમજ કોલસા ચોરી કોભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !