મોરબીમાં ગામે ગામ જઈ ધિરાણ માફી માટે ખેડૂતો પાસેથી ફોર્મ ભરવવાનું એલાન કર્યું.

Machhu news morbi
રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રદેશ પ્રમુખે મોટા ભેલા ખાતે ખેડૂતો પાસેથી ફોર્મ ભરાવ્યા

મોરબી  ખેડૂતો દ્વારા ધિરાણ માફી માટે મોટા ભેલા ગામે ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવી છે. રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રદેશ પ્રમુખ કાંતિલાલ બાવરવાએ ગામે ગામ જઈ આ રીતે ફોર્મ ભરાવવાનું એલાન કર્યું છે. 
લેવાયેલા નિર્ણય મુજબ અન્ય રાજ્યોની સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવી રહ્યા છે. તો ગુજરાતના ખેડૂતોના દેવા માફી કેમ નહી.

એક તો ગુજરાતના ખેડૂતોને પાક વીમાના લાભો પણ નથી મળી રહ્યા અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિમાં ખેડૂતોને યોગ્ય વળતર પણ મળતું નથી, તેમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ ના કારણે ખેડૂતો ને પોતના વાવેલા પાક્કો નિષ્ફળ ગયેલા હોવાથી અને ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણો લીધેલી હોવાથી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયેલા છે. ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો પાક ધિરાણને દેવા માફીમાં ગણી ધિરાણ માફ કરવા માટે અરજી કરવાનું નક્કી કર્યું હતું તેના અનુસંધાને તા. 9/12/ 2024ના રોજ મોટા ભેલા ગામે ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

આ કામમાં કાન્તિલાલ ડી. બાવરવા પ્રમુખ રાજીવ ગાંધી પંચાયતી રાજ. ગુજરાત પ્રદેશ, ડો. લખમણભાઈ કણઝારીયા મહામંત્રી R.G.P.R.S. મુળુભાઈ ગોહેલ સરપંચ પ્રતિનિધિ મોટા ભેલા તેમજ મોટી સંખ્યામાં ગામના ખેડૂતો હાજર રહીને અર્ ખો કરી હતી. હવે પછી દરરોજ કોઈને કોઈ ગામનો પ્રવા રીને આવી અરજીઓ કરવાનું કામ ચાલુ રેહેશે તેવું કે.ડી. બાવરવા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !