હડમતાળા માં લુંટ નાં ઇરાદે આવેલા શખ્સો નો ઇરાદો પુર્ણ નાં થયો:ઘર માં એકલી રહેલી યુવતી એ બારણુ ના ખોલ્યું:ધોળા દિવસ ની ઘટના:
ગોંડલ પંથક માં સાધુઓ ની ગેંગ દ્વારા મોવિયા માં સંમોહન કરી લુંટ કરાયાની ઘટનાની સાહી હજુ સુકાઈ નથી ત્યાં હડમતાળા ગામમાં સવારે ઉપસરપંચ નાં ઘર માં તેમની દિકરી ઘરે એકલી હતી ત્યારે સર્વે કરવાનાં બહાને આવેલા શખ્સોએ ઘરનું બારણુ ખોલાવવા પ્રયત્ન કર્યો હતો.પરંતુ યુવતી એ સજાગતા દાખવી બારણું નહી ખોલતા શખ્સો ચાલ્યા ગયા હતા.લુંટ નાં ઇરાદે આવેલા શખ્સો અંગે ધારાસભ્ય કાર્યાલય મા જાણ કરતા તાલુકા પોલીસ માં જાણ કરાઇ હતી.
છેલ્લા કેટલાક સમય થી ગોંડલ પંથક માં કોઈ વ્યક્તિ ઘરે એકલી હોય ત્યારે ઘરનુ બારણું ખખડાવી બારણુ ખોલાવી વ્યક્તિ નાં મોઢા પર સ્પ્રે છાંટી બેભાન બનાવી કે સંમોહન કરી લુંટ ચલાવવા ની કે પછી કાર માં આવેલા સાધુ દ્વારા સંમોહન કરી લુંટ કરાયા ની ઘટનાઓ પણ બની રહીછે.
ત્યારે આવી મોડસઓપરેંડી થી લુંટ ચલાવવા નો પ્રયાસ હડમતાળા માં બન્યો હતો.
હડમતાળા માં મહીલા ઉપસરપંચ નાં પતિ દિનેશભાઈ વિરડીયા સવારે ખેતીનાં કામે બહાર ગયા હતા.પત્નિ અને પુત્ર સગપણ નાં પ્રસંગે જેતપુર ગયા હતા.ત્યારે તેમની પુત્રી જાનવી જે ગોંડલ યુએલડી કન્યા છાત્રાલય માં રહી અભ્યાસ કરેછે અને હાલ વેકેશન મા ઘરે એકલી હતી.સવારે આઠ નાં સુમારે ઘર નાં પાછલા દરવાજે આવેલા ત્રણ થી ચાર જેટલા અજાણ્યાં શખ્સોએ દરવાજો ખખડાવ્યો હતો.જાનવી એ કોણ છે એવું પુછતા શખ્સોએ કહ્યુ કે અમે સર્વે કરવા આવ્યા છીએ. જાનવી એ અગમચેતી દાખવી દરવાજો નહી ખોલતા એવુ પુછ્યુ કે આગલા દરવાજા ને બદલે પાછલા દરવાજે થી કેમ આવ્યા.તો શખ્સોએ એ એવુ કહ્યુ કે તમારા પિતાએ પાછલા દરવાજે આવવા કહ્યુ હતુ.પિતા ઘરમાં સુતાછે ઉઠાડુ તેવુ જાનવી એ કહેતા પેલા શખ્સોએ ના કહી જો દરવાજો નહી ખોલો તો તમારી પર કેસ થશે તેવી ધમકી શખ્સોએ આપી હતી.તેમ છતા જાનવીએ દરવાજો નહી ખોલતા આખરે શખ્સોએ પાણી આપો પીવુ છે.તેવુ કહેતા જાનવી એ કહ્યુ કે મોટર ચાલુ કરુછુ.વાલ્વ ખોલી પાણી પી લ્યો.આ સાંભળી અજાણ્યા શખ્સો ચાલ્યા ગયા હતા.બાદ માં જાનવીએ તેના પિતાને ફોન કરી બનાવ ની જાણ કરતા દિનેશભાઈ દોડી આવ્યા હતા.અને અન્ય લોકોને જાણ કરતા ઘરનાં પાછલા દરવાજે તપાસ કરતા ત્રણ થી ચાર વ્યકિતઓ નાં બુટ ચપ્પલનાં નિશાન જોવા મળ્યા હતા.જે થોડે દુર કબ્રસ્તાન ની દિવાલ સુધી દેખાયા હતા.દિનેશભાઈ નું ઘર ગામ નાં છેવાડે આવેલુ છે.
બાદ માં દિનેશભાઈ તથા મહીલા સરપંચ નાં પતિ સહિત નાં આગેવાનો ગોંડલ ધારાસભ્ય કાર્યાલય પર ગણેશભાઈ જાડેજાને બનાવ અંગેની વિગત જણાવતાં તેમણે તાલુકા પોલીસ ને બનાવ અંગે જાણ કરી હતી.અને આવી લુટારુ ગેંગ થી સાવધાની રાખવા લોકોને અપીલ કરી હતી.
ગોંડલ પંથક માં છેલ્લા બે દિવસ માં આ પ્રકારે બે ઘટનાઓ બની હોય લોકો ભયભીત બન્યા છે.