વાંકાનેર : નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ટ્રેડીશનલ ડ્રેસમાં વાંકાનેર સીટી પોલીસની SHE ટીમ તૈયાર.

Machhu news morbi
વાંકાનેર : નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ટ્રેડીશનલ ડ્રેસમાં વાંકાનેર સીટી પોલીસની SHE ટીમ તૈયાર.

 હાલ ચાલતા પવિત્ર નવરાત્રી તહેવાર દરમિયાન વાંકાનેર વિસ્તારમાં ઠેર ઠેર ગરબીઓના આયોજન કરવામાં આવે છે, ત્યારે મોડી રાત સુધી ચાલતા ગરબા આયોજનોના પગલે મહિલાઓની સુરક્ષા માટે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા કમર કસી ટ્રેડિશનલ ડ્રેસ સાથે SHE ટીમ તૈયાર કરી વિવિધ ગરબીઓમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.નવરાત્રિમાં પોતાની શેરી કે સોસાયટીમાં ગરબા રમવા જતી યુવતીઓની આવારા રોમિયો દ્વારા છેડતીના બનાવો રોકવા વાંકાનેર સીટી પીઆઇ એચ. વી. ઘેલા અને પીએસઆઇ ડી. વી. કાનાણી દ્વારા કમર કસી ટ્રેડિશનલ ડ્રેસ સાથે મહીલા SHE ટીમ તૈયાર કરી ગરબીઓમાં મહિલાઓની સુરક્ષા માટે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પોલીસની આ SHE ટીમ ગરબીઓમાં જતી મહિલાઓની સુરક્ષા માટે આવારા તત્વો પર વોચ ગોઠવી ખડેપગે રહી સુરક્ષિત, શાંત અને ઉલ્લાસભેર તહેવારના આયોજનન જવાબદારી પોલીસે સ્વીકારી છે.
તમારી આજુબાજુ બનતી ઘટના અમારા સુધી પહોંચાડો અમે તમારો આવાજ મીડિયાના માધ્યમથી સરકાર સુધી પોચાડીશું જાહેર ખબર આપવા માટે સંપર્ક કરો MO : 9913623970 WhatsApp
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !