વાંકાનેર ના શહેરીજ નો દિવાળી ના તહેવાર ની શાંતિથી ઉજવી શકે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક તેમજ ફૂટ પેટ્રોલિંગ કર્યું.

Unknown
શહેરમાં અશાંતિ ફેલાવનાર અસામાજિક તત્વો તેમજ ટ્રાફિક સમસ્યા પેદા કરનાર લોકો સાનમાં સમજી જાય તેવો પોલીસનો આડકતરો ઇશારો દંડનીય કાર્યવાહી પણ હાથ ધરાઈ.
વાંકાનેર: આગામી દિવસોમાં ધનતેરસ દિવાળી તેમજ નૂતન વર્ષ સહિતના તહેવારો શહેરીજનો આનંદ ઉલ્લાસ અને ઉમંગ ઉત્સાહ સાથે માણી શકે તહેવારો દરમ્યાન કોઈ જ અનિચ્છનિય ઘટના ઘટે નહિ તે માટે પોલીસ દ્વારા શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે જ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજી શહેરના માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા આડેધડ પાર્કિંગ કરેલા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તારીખ 25 10 2024 ના રોજ DYSP સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર શહેર પોલીસની સાથે તાલુકા પોલીસ દ્વારા વાંકાનેરના મુખ્ય માર્ગો પર દિવાળી અંતર્ગત ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું તેમાં આડેધડ પાર્ક કરેલા વાહન ધારકને હાજર દંડ ફટકારવામાં આવ્યો હતો. ફૂટ પેટ્રોલિંગમાં વાંકાનેર શહેર પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.ધેલા અને તાલુકા પોલીસ પીએસઆઇ એલ.એ.ભરગા સહિત શહેર પોલીસની ટીમ અને તાલુકા પોલીસની ટીમનો કાફલો વાંકાનેર શહેરના મુખ્ય માર્ગોથી લઈ મેઇન બજારોમા ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !