વાંકાનેરમાં નીયમ ભંગ કરનાર ત્રણ સ્પાના સંચાલક વિરુદ્ધ ફરીયાદ.

Machhu news morbi
વાંકાનેરમાં નીયમ ભંગ કરનાર ત્રણ સ્પાના સંચાલક વિરુદ્ધ ફરીયાદ

વાંકાનેર: વાંકાનેરમાં પોલીસે નિયમભંગ કરનાર ત્રણ સ્પાના સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ દિવાળીના તહેવારો નજીક આવી રહ્ય છે ત્યારે વાંકાનેર પોલીસ અલર્ટ બની છે અને વિવિધ વિસ્તારોમાં સ્પા અને હોટેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઢુવા ચોકડી પાસે આવેલ ઓમ સાઈ સ્પાના સંચાલક દીલીપસિંહ બહાદુરસિંહ ઝાલા રહે. મકનસર ધર્મ મંગલ સોસાયટી તા.જી. મોરબી તથા પાડધરા ભેરડા રોડ પર આવેલ ઓમ સાઈ સ્પાના સંચાલક ચોથાભાઈ લવજીભાઈ સરવારીયા રહે. ગામ ભેરડા તા. વાંકાનેર તેમજ ઢુવા ચોકડી ભવાની હોટેલ પાસે બીજા માળે સ્પર્શ સ્પા મસાજ પાર્લરના સંચાલક ગોવિંદભાઈ ઉર્ફે મુન્નાભાઈ ડાભી રહે. રાજસ્થળી તા. વાંકાનેર વાળાએ સાથે સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગતો MORBI ASSURED એપ્સમા અપલોડ કરેલ ન હોય તેમજ સ્થાનીક પોલીસ સ્ટેશનમાં વિગતો ન આપી હોય જેથી જાહેરનામા ભંગ હેઠળ સ્પાના સંચાલકો વિરુદ્ધ ગુન્હો નોંધી વાંકાનેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !