મોરબી માળીયા વિધાનસભા વિસ્તારમાં, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆતથી ચાર સુવિધાપથ મંજુર.

Machhu news morbi
મોરબીમાં ચોમાસામાં અનેક રોડ રસ્તાને નુકશાન થવા પામ્યું છે ત્યારે નવા રોડ બનાવવાની અને રોડ રીપેરીંગ કામગીરી ચાલી રહી છે જેમાં ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાની રજૂઆતને પગલે વધુ ચાર સુવિધાપથ મંજુર થયા છે.મોરબીના બેલા-શનાળા (ત) રોડ, નાના ભેલા-તરઘડી રોડ, સ્ટેટ હાઈવેથી નાના દહીંસરા રોડ અને સરવડ-દેરાળા રોડ અંગે ધારાસભ્યએ રજૂઆત કરી હતી જે રંગ લાવી છે અને કુલ ૫ કિલોમીટરના રસ્તાઓ અંદાજે ૧.૮૦ કરોડના ખર્ચે નવા બનાવાશે જે સુવિધાપથ યોજના હેઠળ જોબ નંબર આપવામાં આવ્યા છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !