જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકાદ વર્ષથી ખાનગી કંપની દ્વારા સર્વે કરી ગેરકાયદેસર
રીતે ગૌચરની જમીન ઉપર દબાણ કરી કુદરતી સંપત્તિનો પર્યાવરણનો નાશ કરવામાં આવી રહ્યો છે સોલાર હોય કે પવનચક્કી હોય ખાનગી કંપનીઓ ગૌચરની જમીનનો વિનાશ કરી રહી છે આ વિસ્તારોમાં માલધારી પરિવારો વર્ષોથી માલ ઢોર ઘેટા બકરા અન્ય પશુપાલન નું ગુજરાન ચલાવતા હોય આવી કંપનીઓ ગૌચર ની જમીન ઉપરકબજોકરીને ઘાસચારા નો ચિંતા નો વિષયમાં વધારો થયો આ આ પરિસ્થિતિમાં માલધારી પરિવારોને ચરીયાણ નો પ્રશ્ન ઉભો થશેકોંગ્રેસના પ્રમુખ ગોવિંદભાઈ ચાવડાએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી વન પર્યાવરણ મંત્રી તથા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાય