MACHHU NEWS MORBI મચ્છુ ન્યૂઝ મોરબી
પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર- ઢુવા મા રોગચાળા અટકાયતી કામગીરી
ચોમાસાની વરસાદ જન્ય ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો તેમજ હાલ ચાંદીપુરા રોગ અટકાવની પૂર્વ તૈયારીના ભાગરૂપે વાંકાનેર તાલુકા ના ઢુવા પ્રા.આ.કેન્દ્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળાને લઈને સઘન સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોરબી જિલ્લા ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. કવિતા દવે મેડમ તેમજ રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. બાવરવા સાહેબ ની સૂચના મુજબ આગામી સમયમાં રોગચાળો ના ફેલાઇ તે માટે ટી.એચ.ઓ.- વાંકાનેર શ્રી ડૉ.આરીફ શેરશીયા સાહેબ ,ઢુવાના એમ.ઓ. શ્રી ડો.દર્શન ખત્રી સાહેબ તેમજ ડો મનસુખ પી.બોચિયા આયુષ એમ.ઓ ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર-ઢુવા નીચે આવતા -૧૧ ગામોમા જુદી જુદી ટીમ બનાવી હાઉસ ટુ હાઉસ સઘન સર્વે કામગીરી હાથ કરવામાં આવી છે. જેમાં ફીવર સર્વેની કામગીરી સાથે ઘરમાં વપરાશ માટેના પાણી ભરેલા પાત્રો તેમજ ફળીયા અને છત પરના નકામાં પાત્રોનો નિકાલ કરવો, એબેટ નાખવુ , વરસાદી પાણી ભરાયેલા ખાડામાં બળેલ ઓઈલ નાખવું, દવાનો છંટકાવ કરવો તથા કાયમી ભરાઈ રહેતા ખૂલ્લા પાણીના સ્થળો જેવા કે કૂવા, તળાવ અને પથ્થરની ખાણો જેવા પાણીના સ્થળોમાં પોરભક્ષક માછલીઓ મૂકવી જેવી વિવિધ રોગ અટકાયતી કામગીરી હાથ ધરવામાં આવી છે.