ફરી એકવાર સ્વામિનારાયણ સાધુ વિવાદમાં ભાજપના કોર્પોરેટર સાથે સ્વામીએ કરી 1 કરોડની ઠગાઈ

Machhu news morbi

ફરી એકવાર સ્વામિનારાયણ સાધુ વિવાદમાં ભાજપના કોર્પોરેટર સાથે સ્વામીએ કરી 1 કરોડની ઠગાઈ

સુરત ભાજપના કોર્પોરેટર મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન સાથે જૂનાગઢના સ્વામિનારાયણના મંદિરના જે કે સ્વામીએ 1 કરોડની ઠગાઈ કરી છે. કોર્પોરેટર હિમાંશુએ 71 લાખ સહિત પિતા, મિત્રના મળી એક કરોડ જમીન માટે આપ્યા હતા. જે.કે.સ્વામી એન્ડ ટોળકીએ રીંઝા ગામે સ્વામીનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે 700 વીઘા જમીન ખરીદી કરવા નામે ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી પાસેથી 1 કરોડ પડાવ્યા હતા. કોર્પોરેટર પૈસાની વારંવાર માંગણી કરવા છતાં જે કે સ્વામી રૂપિયા આપતો ન હતો. કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી સહિત 8 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહિ હાથ ધરી છે. સુરતના ભટાર સ્થિત સુયોગનગર ખાતે ઘર નં.142 માં રહેતા 42 વર્ષીય હિમાંશુભાઈ પ્રવિણસિંહ રાઉલજી સુરત મહાનગરપાલિકાનાં ભાજપના કોર્પોરેટર છે.રીંગરોડ જીવનદીપ કોમ્પલેક્ષમાં એડવાઈઝર ફાયનાન્શીયલ સોલ્યુશનના નામે લોન અપાવવાનું કામ કરતા હિમાંશુભાઈ ફેસબુક મારફતે અમદાવાદના જમીન દલાલ મૌલીક હસમુખભાઈ પરમારના સંપર્કમાં આવ્યા હતા.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !