વાંકાનેર નગરપાલિકા સુપરસીડ થયા બાદ જાણે વિકાસ કામોની સિઝન ખુલી હોય તેવો અનુભવ શહેરજનો કરી રહ્યા છે, ત્યારે આ બધાં વચ્ચે નગરપાલિકા દ્વારા શહેરના સીટી સ્ટેશન રોડ પરફુટપાથબનાવનીકામગીરી ત્રણ મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી, જે કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાનાં કારણે અહીંના વેપારીઓ ત્રાહિમામ થઈ ગયા છે
વાંકાનેર નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા શહેરના સીટી સ્ટેશન રોડની કામગીરી શરૂ કરવામાં આવી હોય જે આજે વર્ષો બાદ પણ અધુરી છે, ત્યારે નગરપાલિકા દ્વારા આ અધુરી કામગીરી ફરીવાર શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ નગરપાલિકા દ્વારા અહીં ફુટપાથ બનાવવા માટેત્રણમહિના પહેલા વેપારીઓની દુકાનો સામે ખોદકામકરીદેવાયું,જેબાદઆકામગીરીમાં ખોરંભે ચડી જતાં હાલવેપારીહેરાનપરેશાનથઈરહ્યાછે.અહીં ધીમી ગતિએ ચાલતી કામગીરી વચ્ચે ચોમાસું શરૂ થઈ જતા,
ફુટપાથ બનાવવા માટે ખોદેલ ખાડામાં વરસાદી પાણી ભરાયાં અહીંથી પસાર થતાં રાહદારીઓ, વેપારીઓ અને ગ્રાહકોમાટેમુશ્કેલનીપરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ બાબતે સ્થાનિક વેપારીઓએ નગરપાલિકા સમક્ષ રજુઆત પણ કરી હોય છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી. જેથી આ ધીમી ગતિએ ચાલતી કામગીરીના કારણે કોઈ અણબનાવ બને તે પુર્વે જ વાંકાનેર નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ કામગીરી પુરી કરી વેપારીઓ, રાહદારીઓ તથા શહેરીજનોની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી બહુમતી નાગરિકોમાં લોકમાંગ ઉઠી છે.