ફોટો કેપ્શન
પર્યાવરણની રક્ષા અને જતન કરવા માટે જનજાગૃતિ આવે તે માટે પ્રિન્સિપાલ જજશ્રી એલ.એસ.
પીરઝાદાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કોર્ટ પરિસર ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં
ફેમિલી કોર્ટ જજશ્રી ડી.પી.ગોહિલ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી એમ.એ. કડીવાલા, પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજશ્રી ડી.આર.વ્યાસ, ચીફ જ્યુડી.મેજી શ્રી ડી.એમ.ચૌહાણ, ડી.એલ.એસ.એ ફુલ ટાઈમ સેક્રેટરીશ્રી ડી.ડી.શાહ, બાર એસોસિએશન પ્રમુખશ્રી જી.ડી.ઝાલા, નાયબ વન સંરક્ષક શ્રી રાધિકા પરસાણા, મદદનીશ વન સંરક્ષક શ્રી ડી.એસ.સાઠિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સર્વેશ્રી વિક્રમસિંહ ચૌહાણ, એ. બી. પટેલ, એસ. બી. મકવાણા, બી. આર. મકવાણાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.