સુરેન્દ્રનગર જિલ્લામાં દુધરેજ વડવાળા મંદિર પરિસર ખાતે ૧૧૧ દિવડા પ્રગટાવી "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"નો સંદેશો આપતી રબારી સમાજની બહેનો.

Machhu news morbi
*સુરેન્દ્રનગર જિલ્લામાં દુધરેજ વડવાળા મંદિર પરિસર ખાતે ૧૧૧ દિવડા પ્રગટાવી "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"નો સંદેશો આપતી રબારી સમાજની બહેનો*
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે 'યોગ સપ્તાહ' ની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૧૯ જૂનના રોજ સાંજે સાત વાગે દુધરેજ વડવાળા મંદિર પરિસર ખાતે રબારી સમાજની મહિલાઓ દ્વારા ૧૧૧ દીવડા પ્રગટાવીને "YOG IDY 2024" લખી પરિવાર સાથે યોગ કરવા માટે લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો.
‘સ્વંય અને સમાજ માટે યોગ’ની થીમ સાથે ૧૦માં "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ"ની ઉજવણી થવાની છે. ત્યારે મહીલાઓ પણ જાગૃત થઇને યોગને જીવનશૈલીનો એક ભાગ બનાવી અપનાવે તે માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓને પ્રોત્સાહીત કરવાના હેતુસર આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રબારી સમાજની મહિલાઓ, સંતો, મંહતો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આગામી ૨૧ જૂનના રોજ મહત્તમ નાગરીકો યોગ કાર્યક્રમમાં જોડાય તે માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લા યોગ કોર્ડીનેટરશ્રી નીતાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાની યોગ ટીમ દ્વારા યોગ સપ્તાહની ઉજવણીરૂપે રોજ જુદી જુદી જગ્યાઓએ યોગલક્ષી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !