પાટડી નગરપાલિકા વિસ્તારમાં ખાનગી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારી/ ગુમાસ્તાઓ/ શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે.

Machhu news morbi
*પાટડી નગરપાલિકા વિસ્તારમાં ખાનગી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારી/ ગુમાસ્તાઓ/ શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે*
*કોઈ સંસ્થા કે દુકાનધારક કામ કરતા કર્મચારી/ ગુમસ્તાને સવેતન રજા ન આપે તો તે બાબતે નગરપાલિકા ખાતે રૂબરૂ ફરિયાદ નોંધાવી શકાશે*
પાટડી નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આવતીકાલે તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ ૦૯-સુરેન્દ્રનગર લોકસભા મતદાર વિભાગ અને તેમાં સમાવિષ્ટ ૬૦-દસાડા વિધાનસભા મતદાર વિભાગના પાટડી નગરપાલિકા વિસ્તારમાં મતદાન થશે. ચૂંટણીમાં મતદાન કરવું એ ભારતના તમામ નાગરિકોનો અબાધિત અધિકાર છે. લોકશાહીને મજબૂત કરવા માટે વધારેમાં વધારે મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તે ખૂબ જ જરૂરી છે. ખાનગી સંસ્થાઓમાં કામ કરતા કર્મચારી/ ગુમાસ્તાઓ/ શ્રમયોગીઓ મતદાનમાં ભાગ લઈ પોતાનો અમૂલ્ય મત આપી શકે તે માટે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અનુસાર તમામ વેપારી એસોસિએશન અને સંસ્થાઓએ ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન્શ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ આપવામાં આવતી અઠવાડિક રજા જો મતદાનના દિવસે ન હોય તો રજા બદલીને કર્મચારીઓ/ ગુમાસ્તાઓ/ શ્રમયોગીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે. જો કોઈ માલિક લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(બી)માં જણાવેલ કોઈ જોગવાઈઓ વિરુદ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે. 

૦૯-સુરેન્દ્રનગર લોકસભા મતદાર વિભાગ અને તેમાં સમાવિષ્ટ ૬૦-દસાડા વિધાનસભા મતદાર વિભાગના પાટડી નગરપાલિકા વિસ્તારમાં કોઈ સંસ્થા કે દુકાન ધારક કામ કરતા કર્મચારી/ ગુમસ્તાને સવેતન રજા ન આપે તો તે બાબતે સુરેન્દ્રનગર નગરપાલિકા ખાતે રૂબરૂ આવીને અથવા ફોન નં. ૭૯૮૪૩૯૦૬૭૩ પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !