વાંકાનેરમાં ફાયરીંગ અને વ્યાજના ગુનામાં સંડોવાયેલ બે ઈસમો પાસા તળે જેલહવાલે કરાયાં.

Machhu news morbi
વાંકાનેરમાં ફાયરીંગ અને વ્યાજના ગુનામાં સંડોવાયેલ બે ઈસમો પાસા તળે જેલહવાલે કરાયાં.

{ MACHHU NEWS MORBI. D 3/5/2024 }

વાંકાનેર પંથકમાં ફાયરીંગ અને વ્યાજની પઠાણી ઉઘરાણી સહિતની અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલ બે ઈસમો સામે પોલીસે પાસા એક્ટ તળે કાર્યવાહી કરી બંને ઇસમોને જેલ હવાલે કર્યા.
લોકસભા ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને આદર્શ આચારસંહિતાનો અમલ થાય તેવા હેતુથી વાંકાનેર વિભાગ ડીવાયએસપી, સીપીઆઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જાહેરમાં ફાયરીંગ કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર ઈસમો ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા અને જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે બંને અરણીટીંબા તા. વાંકાનેર વાળા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલી હતી જે દરખાસ્ત મંજુર કરી વોરંટ ઇસ્યુ કરતા વાંકાનેર તાલુકા પોલીસે વોરંટની બજવણી કરી બંને ઈસમોની અટકાયત કરી અમદાવાદ અને સુરત જેલ હવાલે કરવામાં આવ્યા છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !