*લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪*
*ચૂંટણી ફરજમાં રોકાયેલા લોકો માટે જિલ્લા વહીવટી તંત્રનું આગોતરું આયોજન*
*જિલ્લાના ૧૫૧૭ બુથો પર ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફ માટે અલ્પાહાર કીટની વ્યવસ્થા*
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ મતદાન મથકો પર મતદારોને કોઈ પ્રકારની અગવડ ના પડે તે માટે સઘન વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. મતદાતાઓ ઉપરાંત મતદાનની સમગ્ર પ્રક્રિયા સુપેરે પાર પાડવાના અભિયાનમાં પાયારૂપ એવા પોલિંગ સ્ટાફની કાળજી પણ તંત્ર દ્વારા લેવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાના ૧૫૧૭ બુથો પર ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફ માટે અલ્પાહાર કીટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અલ્પાહાર કીટમાં શીંગ, બિસ્કીટ, મમરા, વેફર સહિતના સુકા નાસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સંભવિત હીટ વેવની અસર સામે પણ જિલ્લા ચૂંટણી તંત્ર તમામ વ્યવસ્થાઓ સાથે સુસજ્જ છે. હીટ વેવની અસર સામે જિલ્લાના તમામ બુથો પર છાયડો, પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી, જરૂરી દવાઓ સાથેની ફર્સ્ટ એઈડ કીટ, ઓ.આર.એસ. સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
*******