જેમ કે 108 માનવ માટે આશીર્વાદરૂપ બનેલ તેમ 1962 જે 10 ગામ દીઠ નિ:શુલ્ક ફરતું પશુ દવાખાનુ છે.

Machhu news morbi
જેમ કે 108 માનવ માટે આશીર્વાદરૂપ બનેલ તેમ 1962 જે 10 ગામ દીઠ નિ:શુલ્ક ફરતું પશુ દવાખાનુ છે.
જે પશુઓ માટે આશીર્વાદ રૂપ બનેલ જે ગુજરાત સરકાર દ્વારા ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત જે ગુજરાતના અનેક ગામડાઓમાં સેવા આપી રહી છે જેમાંથી જામનગર જિલ્લાના જામનગર ગ્રામ્ય તાલુકાના નારણપુરા ગામમાંથી પશુપાલક મહેશભાઈ દ્વારા જણાવેલ કે મારી ગાય ના શીંગડા ના ભાગે કોઈ તકલીફ હોય જે આપશ્રી જોઇ ને તપાસ કરો. 1962 એમ્બ્યુલન્સ ના ફરજ પરના ડોક્ટર મહેંદ્ર સોલંકી દ્વારા ગાય ની તપાસ કરી અને શિંગડા ભાગે કેન્સર હોય જેને હોર્ન કેન્સર કેહવા માં આવે છે તેથી તે ભાગને ઓપરેશન કરી ને દૂર કરી શકાય. પશુપાલકની સહમતી મળતા 1962 ની ટીમ ડોક્ટર મહેન્દ્ર સોલંકી અને જામનગર ના પ્રોગ્રામ મેનેજર શ્રી ડોક્ટર મોહમ્મદ શોએબ ખાન તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર કેતન કદાવાલા અને કલ્પેશ સોલંકી દ્વારા દોઢ કલાકની જેહમત ઉઠાવી ઓપરેશન પાર પાડવામાં આવેલ હતું જેથી કરીને ગાય ને પીડા મુક્ત કરી નવજીવન અપાયું. આ સેવા નિ:શુલ્ક કરવામાં આવેલ હતી, જેથી પશુપાલક દ્વારા ખુશી વ્યક્ત કરેલ અને આભાર માનેલ.જેની માહિતી મડતા 1962 એમ વી ડી ના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર શોએબ સર તેમજ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સુફયાન સર દ્વારા એમ વી ડી ધરમપુર ટીમને બિરદાવેલ હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !