*ખર્ચ નિરીક્ષકશ્રી અમિત મિશ્રા (IRS)ના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, સુરેન્દ્રનગર ખાતે District Intelligence Committee (DIC)ની બેઠક યોજાઈ*
લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષકશ્રી અમિત મિશ્રા (IRS)ના અધ્યક્ષસ્થાને ગઈકાલે સર્કિટ હાઉસ, સુરેન્દ્રનગર ખાતે District Intelligence Committee (DIC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.સી.સંપટ, નોડલ ઓફિસર એક્ષ્પેન્ડીચર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના અને પોલીસ અધિક્ષકશ્રી ગિરીશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં ખર્ચ નિરીક્ષકશ્રી અમિત મિશ્રા (IRS) એ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલી Expenditure Monitoring ની એસ.ઓ.પી. મુજબ કાર્યવાહી સુનિશ્વિત કરવા જણાવ્યું હતું. બેંકોમાં થતા શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની દરરોજ અચૂક માહિતી મોકલવા અને FST અને SST ટીમોને સતત માર્ગદર્શન આપી તેમની સાથે સંપર્કમાં રહી જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વધુમાં આવકવેરા વિભાગની ચૂંટણીમાં ખૂબ જ મહત્વની ભૂમિકા છે એમ જણાવી તેમણે આવકવેરા વિભાગની કામગીરીની સમજ આપી હતી. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી વૈધાનિક સત્તાનો યોગ્ય રીતે ઉપયોગ કરી સામાન્ય લોકોને બીનજરૂરી હેરાનગતિ ન થાય તેનું પણ ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો.
મીડિયાના માધ્યમથી મળતા સમાચારોની વિગતવાર તપાસ કરી તેનું યોગ્ય નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરવા સૂચના આપી હતી. દરેક બેંકોને કેશનું વહન કરવા માટે આપવામાં આવેલ ક્યુઆર કોડ મુજબ જ કેશની હેરફેર થાય અને તમામ વિભાગોનું સંકલન કરી ચૂંટણી ફરજમાં સંકળાયેલા તમામ લોકોની તાલીમ પર વિશેષ ભાર આપવામાં આવે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. રાજ્યમાં અન્ય રાજ્યોમાંથી દારૂની અને અન્ય ગેરકાયદેસર હેરફેર પર વિશેષ ધ્યાન આપવા જણાવ્યું હતું.
આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.એમ.જાડેજા, હિસાબી અધિકારીશ્રી મિલન વિરમગામી, લીડ બેંક મેનેજરશ્રી પ્રતિરૂપ શર્મા સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.