તા..૫-૪-૨૦૨૪
મોરબીના નવાડેલા રોડ પર એકટીવાની ડેકીમાંથી ૧.૬૦ લાખની રોકડની ચોરી-
વેપારી લઘુશંકા કરવા ગયા અને 1 મિનીટમાં ચોરી
મોરબીના નવાડેલા રોડ પર એકટીવાની ડેકીમાંથી રોકડ રકમની ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે આજે બપોરે ધોળા દિવસે એકટીવાની ડેકીમાંથી 1.૬૦ લાખની રોકડ રકમ ચોરી કરી તસ્કર નાસી ગયો હતો જે બનાવને પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
મોરબીના વેપારી નવાડેલા રોડ પર એકટીવાની ડેકીમાંથી રૂ 1.૬૦ લાખની રોકડ રકમ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો મોરબીના એવન્યુ પાર્કમાં રહેતા જમનાદાસભાઈ નામના સિંધી વેપારી પોતાના ઘરેથી રોકડ રકમ લઈને નીકળ્યા હતા અને ધરતી ટાવર પાસે આવેલ આંગડીયા પેઢીમાં કામ સબબ ગયા હતા અને બાદમાં રોકડ રકમ એકટીવાની ડેકીમાં રાખી હતી જ્યાં નજીક આવેલ પબ્લિક ટોઇલેટમાં તેઓ લઘુશંકા કરવા ગયા હતા અને એક જ મિનીટમાં પરત આવ્યા ત્યારે રોકડ રકમ ના હતી
વેપારીને ડેકી ચેક કરવાની આદત હોય જેથી પરત આવી ડેકી ચેક કરતા ખુલ્લી જોવા મળી હતી અને ડેકીમાં રાખેલ 1.૬૦ લાખની રોકડ રકમ ગાયબ હતી જેથી તુરંત પોલીસને જાણ કરી હતી જેથી એ ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને આજુબાજુના સીસીટીવી કેમેરા તપાસવા સહિતની કામગીરી પોલીસે શરુ કરી છે એક જ મિનીટમાં 1.૬૦ લાખની રકમની ચોરી થતા વિસ્તારમાં ચકચાર મચી હતી
રીપોર્ટ... આસિફ ખોરમ (મોરબી)