આજરોજ માન્ય મુખ્ય જિલ્લા અધિકારી ડો. રંગૂનવાલા સર અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મયંક સર જિલ્લા RCH અધિકારી ડો. રાજેશ સર જિલ્લા ક્ષય અધિકારી ડો. પિનાકીન સર, જિલ્લા રોગચાળા અધિકારી
શ્રી ડો.ભાવેશ સર તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.અંજના મેડમ ના માર્ગદર્શન હેઠળ થી આજ રોજ બીલીમોરા રામીબા સોમનાથ મંદિર સંકુલમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં મુખ્ય મહેમાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પ્રશાંતભાઈ,તાલુકા આરોગ્ય કારોબારી અધ્યક્ષ શ્રી વિનોદભાઈ, જિલ્લા ભાજપ મંત્રી શાંતિલાલભાઈ શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો રાજેન્દ્ર રંગૂનવાલા સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.અંજના મેડમ,મેડિકલ ઓફિસર શ્રી ડો.પ્રજ્ઞેશ પ્રજ્ઞેશસિંહ પરમાર સાહેબ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત તમામ લાભાર્થીનો આરોગ્ય તપાસ તથા PM JAY આયુષ્માન કાર્ડ તથા ટીબીના દર્દીઓને પોષણકીઠ મહેમાનો દ્વારા આપવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટરના ડો.રાજેન્દ્ર એમ ગઢવી,તાલુકા સુપરવાઇઝર ભરતભાઈ ,ધનસુખભાઈ, જયેશભાઈ, જીજ્ઞેશભાઈ તાલુકા HV શિલ્પાબેન અને બીનાબેન તથા તમામ આરોગ્ય કર્મચારી આ કાર્યક્રમ સફળ કરવામાં ખૂબ જ જેહમત ઉઠાવી હતી.આ તબક્કે દરેક નો આભાર માનવામાં આવ્યો હતો.