મોરબીના મકનસર ગામે ખરાબાની જમીન ખેડવા મામલે આધેડને માર માર્યો.

Machhu news morbi
મોરબીના મકનસર ગામે ખરાબાની જમીન ખેડવા મામલે આધેડને માર માર્યો.

મોરબીના મકનસર ગામની સીમમાં માટેલીયા પાટે વાળી સીમમાં ખરાબાની જમીનમાં છેલ્લા ત્રીસેક વર્ષથી ખેડવા બાબતે ચાર શખ્સોએ આધેડને માર માર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

 મળતી માહિતી મુજબ મોરબીના મકનસર ગામે ગોકુલનગરમાં રહેતા નવઘણભાઈ કુકાભાઈ સુરેલા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે નવઘણભાઈ મકનસર ગામની સીમમાં માટેલિયા પાટે નામથી ઓળખાતી ઈરીગેશનની ખરાબાની જમીન છેલ્લા ત્રીસેક વર્ષથી ખેડતા હોય જે જમીનની બાજુમાં આરોપી મૈયાભાઈ રણછોડભાઈ કોળી, સુખાભાઈ રણછોડભાઈ કોળી, મંગાભાઈ રણછોડભાઈ કોળી અને કલ્પેશભાઈ રણછોડભાઈ કોળીની જમીન આવેલ હોય જેથી પંદર દિવસ પહેલા આરોપીઓએ જમીન ખેડવાની ના પાડેલ હોય પરંતુ નવઘણભાઈ છેલ્લા ત્રીસેક વર્ષથી વાવતા હોય જેથી જમીન નવઘણભાઈ તથા તેનો દીકરો સાહેદ નરેશ એમ બંને ખેડવા માટે જતા આરોપીઓને સારું નહિ લગતા લોખંડના પાઈપ વડે માર મારી ઝપાઝપી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !