જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા સ્થાપક પ્રમુખ સ્વ. ચંદુભાઈ કે મોદી ની૧૦૦ મી જન્મ જયંતીની પ્રસંગે ખેરગામ વૃદ્ધશ્રમના વૃદ્ધોને પ્રીતિ ભોજનથી તૃપ્ત કર્યા

Machhu news morbi
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા સ્થાપક પ્રમુખ સ્વ. ચંદુભાઈ કે મોદી ની૧૦૦ મી જન્મ જયંતીની પ્રસંગે ખેરગામ વૃદ્ધશ્રમના વૃદ્ધોને પ્રીતિ ભોજનથી તૃપ્ત કર્યા 
જાયન્ટ્સ ગૃપ ઓફ બીલીમોરા દ્વારા શહેર અને આસપાસ ના વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે માનવ કલ્યાણ કર્યો છેલ્લા 50 વર્ષથી કરતું આવ્યું છે. સુવર્ણ જયંતિ ઉજવણી પ્રસંગે ગ્રુપના પ્રમુખ જા. પ્રો. બી. એચ. પટેલ અને પૂર્વ પ્રમુખ જા. પંકજ સી. એલ મોદી દ્વારા તેમના પિતાશ્રીની 100 મી જન્મ જયંતિ પ્રસંગે તા. 10.03.2024 ને રવિવારે સાંજના 5:00 કલાકે ખેરગામ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને ભોજન પીરસવામાં આવ્યું હતું. જાયન્ટ્સ ફેડ. આ 3-એ ના પૂર્વ પ્રમુખ જા. વિજયભાઈ બી. પટેલ, યુનિટ-1 ના ડાયરેક્ટ જા. સુમનભાઈ બી. પટેલ, ફેડરેશન ઓફિસર જા. ગીરીશભાઈ જી. પટેલ,પૂર્વ પ્રમુખશ્રીઓ જા. જયેશ ટી. ગાંધી, જા. ફિરોઝ વરિયાવા, જા. યોગેશભાઈ કે. પટેલ, કારોબારી સભ્ય જા. મર્જબાનભાઈ બારીયા, જા. ઈકબાલભાઈ ઇન્ડિયા, જા. કામિનીબેન મોદી, જા.સીમાબેન ગાંધી હાજર રહી વૃદ્ધોને સાથે વાર્તાલાપ કરી તેમની માહિતી મેળવી પ્રોત્સાહિત કર્યા વહીવટી નિયામક નિરવ ટેલરે જા. પંકજભાઈ મોદી પરિવાર તથા વૃદ્ધાશ્રમ કર્મચારી ગણોનો આભાર વ્યક્ત કર્યો હતો
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !