જાયન્ટસ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા રાજ્ય કક્ષાના સિનિયર સિટીઝન વોલીબોલ સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી અને પ્રત્યેક સ્પર્ધકોને મેડલ આપી પ્રોત્સાહિત કર્યા.

Machhu news morbi
જાયન્ટસ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા રાજ્ય કક્ષાના સિનિયર સિટીઝન વોલીબોલ સ્પર્ધાના વિજેતાઓને ટ્રોફી અને પ્રત્યેક સ્પર્ધકોને મેડલ આપી પ્રોત્સાહિત કર્યા.

તારીખ 3-3-2024 અને 4-3-2024 ના દિવસો દરમ્યાન બીલીમોરા વિભાગ કેળવણી મંડળના કેમ્પસમાં ગુજરાતના ઉપક્રમે વિવિધ સ્પર્ધાઓનું આયોજન પ્રો. ભાવેશભાઈ દેવતા અને પરેશભાઈ પટેલના સહકારથી થયું હતું તેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 108 સિનિયર સિટીઝન ભાઈઓની નવ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે દાહોદ ટીમે પ્રાપ્ત કર્યો હતો તેમણે ટ્રોફી અને દરેક સ્પર્ધકો ને ગોલ્ડ મેડલ, દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર રાજકોટ ટીમને ટ્રોફી અને દરેક સભ્યને સિલ્વર મેડલ અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર ગાંધીનગરની ટીમને ટ્રોફી અને પ્રત્યેક સ્પર્ધકોને બ્રોન્ઝ મેડલથી જાયન્ટસ પ્રમુખ પ્રો. બી. એચ. પટેલ મંડળના સેક્રેટરી કમિટી ચેરમેન શ્રીમાન ભરતભાઈ એમ આમિન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધકો કોના ત્રણ સ્પર્ધકોએ પોતાનો પ્રતિભાવ તથા જાયન્ટસ પ્રમુખ પ્રો. બી. એચ. પટેલ સ્પર્ધકોની સ્પર્ધામાં ભાગ લઈ વિવાદ રહિત ખેલદિલી પૂર્વક ભાગ લેવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા આનંદ અને ઉત્સાહ્મણ કાર્યક્રમથી પૂર્ણ થયો
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !