માતા પિતાએ ફૂલની જેમ દીકરીને ઉછેરી તે જ દીકરીની બહેન સાથે મળીને હત્યા કરી‌.

Machhu news morbi
વાંકાનેરના દિધલિયા ગામે રહેતા પરિવારની સગીરાને માતા પિતા એ પ્રેમ સંબધ રાખવાની ના પાડી હોવા છતાં પણ સગીરા પ્રેમી સાથે ફોન પર વાતો કરતી હોય જે તેની માતાને જાણ થતા જ માતા એ તેની દીકરી અને પતિ સાથે મળીને પોતાની જ દીકરીને ઓશિકાથી મૂગો દઈને દુપડા વડે ગળે ટુપો દઈને હત્યા કરી નાખ્યા બાદ બનાવને હાર્ટ એટેકનું બહાનું આપીને ગુમરાહ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના દિધલિયા ગામે રહેતા દિનેશભાઈ ગૌરીદાસ ગોંડલિયા એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ ના રોજ તેના પત્ની સંબધીના ઘરે ચોટીલા ખાતે જવાનું હોવાથી વહેલી સવારે ત્યાં જવા નીકળ્યા અને તો દિનેશભાઈ ઘરે હાજર હોય દરમિયાન પડોસમાં રહેતા કુટુંબી મહેશભાઈ રવિરામભાઈ ગોંડલિયાના ઘરેથી એકદમ રડવાનો અવાજ આવતા ત્યાં જઈને જોયું તો રીંકલ એકદમ ઠંડી પડી ગયેલ હોય અને તેના રૂમમાં ખાટલામાં સુતી હોય જેથી મહેશભાઈ અને તેના પત્ની સુરેખાબેનને બનાવ અંગે પૂછતા તેના જણાવેલ કે મોડી રાત સુધી તો વાત ચિત કરેલ અને સાડા બારેક વાગ્યે સુઈ ગયેલ બાદમાં સવારે ઉઠાડેલ તો રીંકલ ઉઠેલ નથી હાર્ટ એટેક આવી ગયો હોવાની વાત કરી હતી જેથી દિનેશભાઈએ મહેશભાઈ સામે જોતા તે એકદમ ગમ્ભરાઈ ગયા હોય જેથી અન્ય કુટુંબીજનોને પણ દીનેશભાઈ બનાવ અંગે જાણ કરી હતી અને રીંકલના મૃતદેહને પી એમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયેલ હોય જ્યાં ડોકટરે રાજકોટ પી એમ માટે મોકલાવેલ હોય જે બાબતે દિનેશભાઈએ મહેશભાઈ અને સુરેખાબેન તથા હિરલને પૂછતા તેમણે કબુલાત આપી હતી કે ગત તા. ૨૫ ના રાત્રીના જમીને વાત ચિત કરતા હોય દરમિયાન મોડી રાત્રીનાસુરેખાબેનને ખબર પડી કે રીંકલ ને ના પાડેલ હોવા છતાં રાહુલ મુકેશભાઈ કાપડીયા રહે-બામણબોર રાજકોટ વાળા સાથે ફોનમાં વાતો કરે છે અને ફોન પણ પકડી લીધેલ હતી.

જેથી રીંકલને અવારનવાર સમજાવવા છતાં સમજેલ ના હોય જેથી સુરેખાબેનએ તેની પાસેનો ફોન પણ પકડી લીધેલ હોય અને સીમકાર્ડ પણ ચાવીને ફેકી દીધેલ તથા રીંકલને કહેલ કે તારી સગાઇ થઇ ગયેલ છે અને તને અગાઉ પણ ના પાડેલ છે તે તું બામણબોરના રાહુલ સાથે ફોનમાં વાત ના કરવી તેમજ તારા અને રાહુલના પ્રેમસબંધના કારણે તારી મોટી બહેન હિરલની નંણદના રાહુલ સાથે છુટા છેડા થઇ ગયેલ હોય તેમ છતાં પણ તું તેની સાથે પ્રેમ સંબધ રાખ તો તારે હવે તારી બહેન હિરલનું પણ ઘર નહિ ચાલે તેમ કહેતા રીંકલે સુરેખાબેનને કહેલ કે તમારે જે કરવું હોય તે કરી હું રાહુલ સાથે વાત કરીશ તમારે મને મારવી હોય તો મારી નાખો નાખો તેમ કહેતા સુરેખાબેન ગુસામાં આવી હતા રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં રીંકલ પોતાના રૂમમાં હોય દરમિયાન સુરેખા પતિ મહેશભાઈ અને હિરલ રૂમમાં જઈને મહેશભાઈ રીંકલ પગ પકડી તેની ઉપર બેસી ગયેલ અને સુરેખાબેનને રીંકલના મોઢા પર જોરથી ઓશુકું રાખી મૂગો દઈ દીધેલ અને હિરલે રીંકલના બને હાથ પકડીને પેટ પર બેસી ગઈ હતી તો સુરેખાબેને રીંકલના ગળામાં ફાંસો આપી હત્યા કરી હતી બાદમાં અન્ય બાળકોને જગાડીને રીંકલને કઈ થયેલ ગયેલ હોવાની વાત કરી હતી તો મહેશભાઈ, સુરેખાબેન અને હિરલે પહેલા તો હત્યાની વાતને હાર્ટ એટેકમાં ખપવાની કહાની કહી હતી પરંતુ હોસ્પીટલે પી એમ કરાવવામાં આવતા ભાંડો ફૂક્યો હતો જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !