જામનગર જિલ્લામાંં આગામી ધુળેટીના તહેવારને અનુલક્ષીને જાહેરનામુંં બહાર પડાયું.

Machhu news morbi
*જામનગર જિલ્લામાંં આગામી ધુળેટીના તહેવારને અનુલક્ષીને જાહેરનામુંં બહાર પડાયું*

*જામનગર તા.21 માર્ચ,* જામનગર જિલ્લામાં આગામી તારીખ 24 અને 25 માર્ચના રોજ હુતાસણી- ધુળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવશે. આ તહેવારોની ઉજવણી દરમિયાન બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લેતા હોય છે. આ ઉજવણી દરમિયાન સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે તે હેતુથી અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-37 (1) તળે તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામુંં બહાર પાડવામાં આવ્યું છે. 
આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં આગામી તારીખ 23/03/2024 ના સાંજે 06:00 કલાકથી આગામી તારીખ 25/03/2024 ના 24:00 કલાક દરમિયાન કોઈપણ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેની ઉપર રંગ છાંટી શકાશે નહિ. કોઈપણ વ્યક્તિની લાગણી દુભાય તેવા શબ્દો અથવા સુત્રો પોકારવા નહિ. તેમજ પત્રિકા, પ્લેકાર્ડ, વિચિત્ર આકૃતિઓ કે વસ્તુઓ તૈયાર કરી શકાશે નહિ, કે તેનો ફેલાવો કરી શકાશે નહિ. 
ઉકત જાહેરનામાંના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનારી વ્યક્તિને ઓછામાંં ઓછા 4 મહિનાની અને વધુમાંં વધુ 1 વર્ષ સુધીની સજા થશે. તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-135 (1) મુજબ દંડની પણ સજા થશે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !