આજ રોજ તારીખ 13/3/2024 માર્ગ મકાન વિભાગ દ્વારા વાંકાનેર તાલુકાના રોડ રસ્તાના કામો મંજુર તથા રાજ્યસભા સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા સાહેબ ના વરદ હસ્તે ભૂમિ પૂજન તેમજ
ખાત મુહુર્ત કાર્યક્રમ કરવામાં આવેલ, વાંકાનેર તાલુકાના માટેલ - લાકડધાર રોડ,વિઠ્ઠલપર એપ્રોચ રોડ, પાડધરા -મકનપર-ઓળ રોડ, તથા જલસીકા-વસુંધરા રોડ ના કામોનું ભૂમિ પૂજન તેમજ ખાત મુહુર્ત કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા સંગઠન હોદ્દેદારશ્રીઓ,જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ,તાલુકા સંગઠન પ્રમુખશ્રી તેમજ હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ સદસ્યશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ ગામ આગેવાનો તેમજ કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.