*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કરાયું*
જામનગર તા.૧ માર્ચ, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે જામનગર જિલ્લાને વિવિધ વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે. ત્યારે એરપોર્ટ પર તેમનું આગમન થતાં મહાનુભાવો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી સાથે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી તેમજ ચીફ સેક્રેટરીશ્રી રાજકુમારનું પણ આગમન થયું હતું.
તેમના સ્વાગતમાં સાંસદશ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મેયબેન ગરસર, મેયરશ્રી વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્યોશ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રિવાબા જાડેજા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, કલેકટરશ્રી બી. કે. પંડયા, રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું, અગ્રણીઓશ્રી વિમલભાઈ કગથરા, શ્રી રમેશભાઇ મુંગરા, અગ્રણીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.