હાઇવે ઉપર જાહેરમાં ફટાકડા ફોડી તમાશો કરનારાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
વાંકાનેર નજીક નેશનલ હાઇવે ઉપર બર્થ ડે સેલિબ્રેશન કરનાર 4 શખ્સોનો વિડીયો વાયરલ થતા, પોલીસ એક્શન મોડમાં આવી છે. ચારેય શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું
પ્રાપ્ત વિગતો મુજબ સોશિયલ મીડીયા પર વાંકાનેર નેશનલ હાઈવે ઉપર ફટાકડા ફોડી લોકોમા ભયનું વાતાવરણ ઉભું કરતો બર્થ-ડે સેલીબ્રેશનનો વિડીયો વાયરલ થયેલ જેને ધ્યાને લઇ વાંકાનેર સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમે બર્થ-ડે સેલીબ્રેશનનો વિડીયો જોઈ ઘટના સ્થળ તેમજ વ્યક્તિઓની ઓળખ કરી તાત્કાલીક ધોરણે તમામ ઈસમો વિરુધ્ધ વાંકાનેર સીટી પોસ્ટે એ પાર્ટ ગુર નં-૦૨૮૨/૨૦૨૪ આઇ.પી.સી. કલમ. ૨૮૩, ૨૮૬,૩૩૬,૧૧૪ તથા એમ.વી. એકટ કલમ-૧૨૨ મુજબ ગુન્હો રજીસ્ટ્રેશન કરાવ્યો હતો.