*:ગુજરાતને રોજગાર ક્ષેત્રે મોદી સરકારે આપી મોટી ભેટ, નવસારીમાં ‘PM મિત્રા’ પાર્કનું કર્યું ખાતમુહૂર્ત:*
દેશના આર્થિક વિકાસ અને ગતિ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ ખૂણે લોકોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો ના ભાગરૂપે નવસારી ખાતે પણ પીએમ મિત્રા પાર્કને લઈને આ વિઝન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 'PM મિત્રા' પાર્કનું ખાતમુહૂર્ત કર્યું છે. PM મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત દક્ષિણ ગુજરાતના લોકો માટે આશીર્વાદ સમાન બની રહેશે.
ગુજરાતને રોજગાર ક્ષેત્રે મોદી સરકારે આપી મોટી ગેરંટી ની ભેટ ના ભાગરૂપે, નવસારીમાં ‘PM મિત્રા’ પાર્કનું કર્યું ખાતમુહૂર્ત કરીને દેશના લોકોને રોજગારી પૂરી પાડવી એ હાલની સરકારનો મુખ્ય ધ્યેય છે. જેના ભાગરૂપે સરકાર આ વિઝન લઈને કામ કરી રહી છે. મહત્વનું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સાત જેટલા PM મિત્રા પાર્ક બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે.
જેમાં એક પીએમ મિત્રા પાર્ક નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ગામે બનાવવાની યોજના રાજ્યના કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
ટેક્સટાઇલ પાર્ક ની સાથે સંભવિત સોલાર પાર્ક બનાવી નવસારી જિલ્લાના દરિયાકિનારાના ખાંજણ વાળા વિસ્તારની બિનઉપજાવ જમીનનો સદઉપયોગ કરીને રોજગારી ઊભું કરવાનું મિશન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જે નવસારી જિલ્લા માટે આશીર્વાદરૂપ સાબિત થવાનું છે. સાથે ૫૦૦૦ થી વધુ લોકોને રોજગારી આપતા એકમો આકાર લેવાના કારણે લોકોમાં પણ ખુશીની લહેર વ્યાપી છે.
નવસારી ખાતે વિવિધ લોકકલ્યાણલક્ષી કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા કહ્યું કે, આજકાલ એક જ ચર્ચા જોરશોરથી થઈ રહી છે. પાર્લામેન્ટરીથી ગલી મહોલ્લામાં વાત થઈ રહી છે એ વાત છે મોદીની ગેરંટી, મોદીએ કહ્યું એ કરીને બતાવે છે. ગુજરાતના લોકો સારી રીતે જાણે છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. આમ, પીએમ મિત્ર પાર્કથી સુરત-નવસારીની તસવીર બદલાઈ જશે.
સુરતના ડાયમંડ અને નવસારીના વસ્ત્રોથી ગુજરાતની ગુંજ વિશ્વમાં થાય છે. સુરતનો સિલ્ક ઉદ્યોગ નવસારી સુધી વિકસ્યો છે. વિશ્વના અનેક દેશને આ ક્ષેત્રે ભારત ટક્કર આપી રહ્યું છે. સુરતના કપડાની એક ઓળખ બની છે. પીએમ મિત્ર પાર્ક તૈયાર થતા જ આ વિસ્તારની તસવીર બદલાઈ જશે. ૩૦૦૦ કરોડનું રોકાણ થશે ગુજરાતના સમાજ જીવનમાં, ઔદ્યોગિક ક્ષેત્રે વીજળીનુ મહત્વ ખુબ સારી રીતે જાણે છે. એક સમય હતો કે ગુજરાતમાં કલાકો સુધી વીજળી કાપ રહેતો હતો.પીએમ સૂર્ય ઘર દ્વારા યુનીટ મફત વીજળી અપાશે- પીએમ મોદી પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં નવા બે રિએકટર રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. બન્ને રિએકટર મેડ ઈન ભારત છે, મેક ઈન ઈન્ડિયા દ્વારા છે. ભારત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. આ પ્લાન્ટ દ્વારા ગુજરાતને વિપૂલ વીજળી મળશે. સૂર્ય ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાત મોખરાના સ્થાને છે.નવસારીમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસે વર્ષો સુધી દેશ અને ગુજરાતમાં સરકાર ચલાવી છે. પરંતુ ક્યારેય આદિવાસી ગામ અને સમુદ્ર તટે વસેલા ગામ માટે દરકાર નથી લીધી. પરંતુ ભાજપે આ બધાની દરકાર માટે અવિરત કામ કર્યું છે. ૨૦૧૪ સુધી ૧૦૦ થી વધુ જિલ્લા વિકાસની દ્રષ્ટિએ છેલ્લા સ્તરે હતા. જેમાંથી મોટાભાગના જિલ્લા આદિવાસી વસ્તી આધારિત હતા. આજે આ જિલ્લાઓમાં વિકાસ થયો છે. મોદીની ગેરંટી ત્યાથી શરૂ થાય છે જ્યા બીજાની આશા સમાપ્ત થાય છે.