ગણદેવી ખાતે ગાંવ ચલો કાર્યક્રમ અંતર્ગત ભાજપ નાં આગેવાનો ની કાર્યશાળા યોજાય.

Machhu news morbi
ગણદેવી ખાતે ગાંવ ચલો કાર્યક્રમ અંતર્ગત ભાજપ નાં આગેવાનો ની કાર્યશાળા યોજાય.

"સરકાર ની ગરીબ કલ્યાણ યોજના ઓ નો લાભ વધુ ને વધુ જરૂરિયાતમંદ સુઘી પોહંચે એ જ ભાજપ નો ઉદ્દેશ્ય"
                    ડો. ધર્મેશ કાપડીઆ
ગણદેવી ખાતે અટલ હોલ માં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ની ગાંવ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાય. જેમાં ભાજપ અગ્રણી શાંતિલાલ પટેલ નાં અધ્યક્ષ સ્થાને તથા બુદધિજીવી સેલ નવસારી ભાજપ નાં સંયોજક શિક્ષણ વિદ્દ ડો. ધર્મેશ કાપડીઆ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યશાળા નું આયોજન ની જેહમત ભાજપ અગ્રણી શ્રી નટુ ભાઈ પટેલ, નિલેશ ભાઈ પટેલ, દિલીપ ભાઈ પટેલ, દ્વારા કરવા માં આવ્યું હતું. 
આ પ્રસંગે જીલ્લા પંચાયત નાં પરીમલ ભાઈ તથા વિસ્તારક પાર્થ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યશાળા ની શરૂઆત માં શ્રી શાંતિલાલ પટેલ એ દેવસર _ગણદેવા જિલ્લા પંચાયત ની માહિતી આપી હતી. મુખ્ય વક્તા ડો. ધર્મેશ કાપડીઆ એ જણાવ્યું હતું કે સરકાર ની યોજના વિશે લોકો જાણે, લાભ લે, તે માટે વધુ ને વધુ લોકો નો સંપર્ક કરી, સરકાર નાં કામો તથા ભાવિ યોજના થી લોકો ને અવગત કરાવવા ની જવાબદારી તમામ કાર્યકર્તા ની છે.મોદી સરકાર દ્વારા વિકસિત ભારત નું જે અભિયાન આદર્યું છે તેમાં સૌ ભારતીય ને જોડવા માટે ગાંવ ચલો સંપર્ક અભિયાન ખૂબ જ મહત્વતા ધરાવે છે.
આ પ્રસંગે દેવસર- ગણદેવા નાં અનેક ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આભારવિધિ નિલેશ પટેલ કરી હતી
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !