આયુર્વેદ તો આદિ અનાદી કાળથી શાશ્વત છે, અને જે શાશ્વત હોય એને કોઈ અવરોધ ન રહે.

Machhu news morbi
આયુર્વેદ તો આદિ અનાદી કાળથી શાશ્વત છે, અને જે શાશ્વત હોય એને કોઈ અવરોધ ન રહે.
બસ એ જ ન્યાયે પરદેશની ભૂમિ ( સ્પેન - યુરોપ ) માંથી ગુજરાત ખાતે આયુર્વેદનું જ્ઞાન મેળવવા આવેલ એક મિત્ર અગાઉથી સમય લઇ ગતરોજ આપણા #સરકારી_ઔષધીય_વનસ્પતિ_ઉદ્યાન - #રૂપવેલ, તા.વાંસદા ખાતે ઔષધીય વનસ્પતિ પરિચય અને ટ્રેડિશનલ આયુર્વેદ મેડીસીન બાબતે પ્રાયોગિક જાણકારી હેતુ મુલાકાત માટે આવ્યા હતા.
પછી આપણે પણ ઔષધીય વનસ્પતિઓની ઓળખ અને ઉપયોગીતા સાથોસાથ કેસુડાનાં ફૂલ, દેશી ગુલાબના ફૂલના સરબત થી શરુ કરીને કોઠા ની કેન્ડી, ગરમાળાનાં ગોળની કેન્ડી, હાડ સાંકળ ની ચટણી વિશે સંપૂર્ણ પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું.

એવા જ બીજા બે મિત્રો ગત ઓકટોબરમાં અમેરિકાથી ગુજરાત માં આયુર્વેદ શીખવા, જાણવા આવેલા અને સાથે આપણા સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન - રૂપવેલ ખાતેથી ઔષધીય વનસ્પતિઓની જાણકરી અને તેમનાં ટ્રેડિશનલ ઊપયોગોનું પ્રાયોગિક ભાથુ બાંધીને ગયા.
જય વૃક્ષ નારાયણ.,જય ધન્વંતરિ.,વૈદ્ય.પ્રકાશ ચૌહાણ.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !