આજ રોજ સુરેન્દ્રનગરની જી. બી. પરમાર કોલેજ ખાતે સાંજે 4 વાગ્યે નરેન્દ્ર મોદી વિચાર મંચની બેઠક યોજાય હતી.

Machhu news morbi
તારીખ 06/02/2024 ના રોજ સુરેન્દ્રનગરની જી. બી. પરમાર કોલેજ ખાતે સાંજે 4 વાગ્યે નરેન્દ્ર મોદી વિચાર મંચની બેઠક યોજાય હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રિય અધ્યક્ષ શ્રી રવી ચાણક્યજી, 
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી યુવરાજસિંહ મોરી, કોલેજ ના સંચાલક પવનદેવસિંહ રાણા હાજર રહ્યા હતા, આ સમયે સુરેન્દ્રનગર જિલ્લા ના તમામ તાલુકા અને શહેર ટીમોને નિયુક્તિ પત્ર અને હોદ્દાની ફાળવણી કરવામાં આવી હતી, સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષશ્રી દીપક સિંહ ઝાલા એ જણાવ્યું હતું કે આવનાર ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના તમામ હોદ્દેદારો ખંભે થી ખંભો મિલાવીને ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમત થી વિજય બનાવવા ના તમામ પ્રયાસો કરવા માં આવશે.
અને સુરેન્દ્રનગર જિલ્લા ને ગુજરાત રાજ્ય માં પ્રથમ નંબરે લાવશું, આ કાર્યક્રમ તેમજ તમામ તાલુકાની ટીમો ને તૈયાર કરવા જીલ્લા મહામંત્રી જગદીશસિંહ રાણા, જિલ્લા મહામંત્રી ઉપેન્દ્રસિંહ ઝાલા એ સતત 1 મહિના ના પ્રવાસ કરી ને તૈયાર કરવામાં આવી હતી. આ સમયે તમામ તાલુકા તેમજ શહેર ની ટીમ ના હોદ્દેદારો ની સંખ્યા 100 જેટલી ઉપસ્થિત હતી.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !