તારીખ 7 /1 /2024 ના રોજ સ્વામીશ્રી મનીષાનંદજી પરિવાર ચીખલી દ્વારા સદગુરુ પરમહંસ મહામંડલેશ્વર સ્વામી પરમ પૂજ્ય મનીષાનંદજીના સૂક્ષ્મ ચૈતન્ય પ્રવાહનાં સાનિધ્યમાં 29 મો દિવ્ય આધ્યાત્મિક પ્રવચન ઉત્સવનું આયોજન શ્રી મલ્લિકાર્જુન મહાદેવ મંદિર શિવસદન હોલમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગ નિમિત્તે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે ગુરુજીની દિવ્ય આધ્યાત્મિક ઓડિયો પ્રવચનનું પણ આયોજન કરવામાં આવ્યું. તેમજ પરમ પૂજ્ય શ્રી છબીલકાકા નો પણ પ્રવચનનો લાભ પણ સૌ ગુરુબંધુ ઓને પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે નિમિત્તે રકતદાન શિબિર રાખેલ જેમાં કુલ ૭૬ બ્લડ ની બોટલ એકત્ર થઈ હતી.