મકરસંક્રાંતિના પર્વ પર PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
PM મોદી કામધેનુંને ઘાસચારો ખવડાવતાની તસવીરો આવી સામે
જે ગાયોને ઘાસ ખવડાવી રહ્યા છે તેની સુંદરતા પણ અદભુત.
મકરસંક્રાંતિના પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને કામધેનુંને ઘાસચારો ખવડાતા હોવાની તસવીર સામે આવી છે. PM મોદી તેમના નિવાસસ્થાને પાળેલી ગાયોને ખવડાવતા અને માવજત કરતા જોવા મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મકરસંક્રાંતિની કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં PM મોદી ગાયો સાથે જોવા મળી રહ્યા છે. તસવીરોમાં દેખાતી ગાયોની સુંદરતા પણ અદ્ભુત છે. PM મોદી તેમના નિવાસસ્થાને મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. તસવીરોમાં દેખાતી ગાય બહારની નથી પરંતુ પીએમઓમાં ઉછેરવામાં આવી છે. તો એક તસવીરમાં PM મોદી એક પછી એક તમામ ગાયોને લીલો ઘાસચારો આપતા જોવા મળી રહ્યા છે. આ સમય દરમિયાન, તે દરેક ગાયને પોતાના હાથ વડે માવજત કરતા જોવા મળ્યા હતા.