વાંકાનેર શહેર નજીક આવેલી ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક જ પરિવારના માતા અને બે પુત્રીએ વહેલી સવારે સજોડે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, જેમાં બનાવની જાણ થતાં મૃતકના પરિવારનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને હાલ બનાવની જાણ પોલીસ વિભાગને કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક જ પરિવારના મંજુલાબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 45), સેજલબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 19) અને અંજુબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 23) નામની માતા અને બે પુત્રીઓએ આજે વહેલી સવારે પોતાના ઘરે એકલાં હોય ત્યારે ગળાફાંસો ખાઇ આપઘાત કરેલ.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અગિયારેક માસ પૂર્વે આ જ પરિવારના સ્પર્ધાત્મક પરીક્ષાનીતૈયારીકરતાપુત્રએનાપાસથવાનીઆશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા અને પુત્રીઓએ તેની યાદમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.