બીલીમોરા નગરપાલિકા પાર્ટી પ્લોટ ખાતે બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં EWS આવાસ યોજના હેઠળ ₹33.49 કરોડના ખર્ચે નિર્માણ...

Machhu news morbi
          વન્યૂઝ એહવાલ મચ્છુ ન્યૂઝ મોરબી 
આજરોજ બીલીમોરા સોમનાથ રોડ નગરપાલિકા પાર્ટી પ્લોટ ખાતે બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં EWS આવાસ યોજના હેઠળ ₹33.49 કરોડના ખર્ચે નિર્માણ પામવા જઈ રહેલ 364 ફ્લેટનું ભૂમિપૂજન તથા નવનિર્મિત દેસરા રેલવે ફ્લાઈ ઓવર બ્રીજ તથા પીપલપીપલ- રુમલા રોડ ફ્લાય ઓવર બ્રિજ અને નગરપાલિકા પાર્ટી પ્લોટ નું લોકાર્પણ પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને સાંસદ શ્રી @CRPaatil તથા ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના શુભહસ્તે સંપન્ન થયું. 
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, નામદાર કલેક્ટર શ્રી અમિત યાદવ, પ્રાંત અધિકારી શ્રી મિતેશભાઇ પટેલ, મામલતદાર શ્રી જગદીશભાઈ ચૌધરી, ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, માજી મંત્રી શ્રી કરસનભાઈ પટેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, મંત્રી શ્રી કિર્તીભાઈ મિસ્ત્રી, બીલીમોરા શહેર ભાજપ અધ્યક્ષ શ્રી વિજયભાઈ પટેલ, મહામંત્રી શ્રી રમેશભાઈ રાણા, શ્રી મનહરભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ આઇટી શ્રી હર્ષદભાઈ ગાંધી સહિત આગેવાનો, જિલ્લાના પત્રકારશ્રીઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. 
લૉકાર્પણ બાદ રેલવે ફ્લાવર ખુલ્લો મુકાતા બીલીમોરા અને આજુબાજુમાં રહેતા નાગરિકોએ ખૂબ જ આનંદની લાગણી થી કાર્યક્રમને વધાવી લીધો છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !