બીલીમોરા: આજરોજ બીલીમોરા ખાતે સોમનાથ પ્રાથમિક શાળામાં નિશુલ્ક હૃદય રોગ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યું હતું. આ કેમ્પ આદિવાસી સમાજ ટ્રસ્ટ બીલીમોરા અને નિરાલી હોસ્પિટલ નવસારી એમના દ્વારા સંયુક્ત રાખવામાં આવેલ હતું. સર્વે સમાજ માટે આયોજિત આ કેમ્પ પણ 93 લોકોએ પોતાનું ઇસીજી બ્લડ પ્રશર અને શુગર ચેકઅપ કરાવ્યું. હાલમાં વધી રહેલ હાર્ટ એટેકના કેસ ધ્યાનમાં રાખી આ કેમ્પનું આયોજન રાખ્યું હતું. કેમ્પનું ઉદઘાટન શ્રી. જે એમ પટેલ, એડવોકેટ અમિતભાઈ સોલા, ડોક્ટર મિલન પટેલ અધિક્ષક મેંગોસી હોસ્પિટલ બીલીમોરા સુભાષભાઈ પટેલ તથા ડોક્ટર દિવ્યાંગીબેન પટેલ (છાયડો હોસ્પિટલ ખેરગામ) અને વજીયાબેન પટેલ એમના દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પૂર્ણાહુતિ બાદ ભોજનની સુવિધા આદિવાસી સમાજ ટ્રસ્ટ બીલીમોરા ના કમિટી મેમ્બર અને હોસ્પિટલ સ્ટાફ માટે રાખવામાં આવી હતી. આ ભોજન શ્રી અરૂણભાઇ એસ પટેલ, પ્રતિમાબેન એમ પટેલ અને જયશ્રીબેન હિમાંશુભાઈ પટેલ એમના તરફથી રાખવામાં આવેલ હતું.
આ કેમ્પમાં પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ, સ્વસ્તિક પટેલ, યોગેશભાઈ એમ પટેલ, મુકેશભાઈ પટેલ, ગીરીશભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, ગુલાબભાઈ પટેલ, સંજયભાઈ ગામીત, હળપતિ સમાજ પ્રમુખ શ્રી સુમનભાઈ તલાવ્યા, અરૂણભાઇ પટેલ, પંકજભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, બાબુભાઈ પટેલ તથા મનીષભાઈ પટેલે સર્વોત્તમ સેવા આપી.
શ્રી હિમાંશુભાઈ પટેલ ઉર્ફે પટેલ સાહેબ એમણે ડોક્ટર હોસ્પિટલ સ્ટાફ અને ચેકઅપ માટે આવેલ લોકો વચ્ચે પી.આર મેન્ટેન કર્યું તથા પ્રાસંગિક ઉદબોધન જમ્મેદારી સાચવી હતી.