ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા વાંકાનેર ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ.

Unknown
રાજ્ય સભા ના સાંસદ અને વાંકાનેર ના મહારાજા કેશરીદેવસિહજી ઝાલા ની સુચના થી અને તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારીયા ની આગેવાની માં 
4 રાજયોમાં વિધાનસભાના આજરોજ આવેલા પરિણામોમાં "મોદી ગેરીંટી" દ્વારા આપણા પક્ષને જવલંત વિજય મળ્યો છે. 
આજરોજ બપોર 2.00 કલાકે ફડાકડા ફોડી, મીઠાઈ વહેંચી, સાથે મોટી સંખ્યામાં તમામ ચૂંટાયેલા લોકપ્રતિનિધીઓ અને સંગઠનના કાર્યકર્તાઓએ ખેસ પહેરી વિજયોત્સવનો કાર્યક્રમ કર્યો આ કાર્યક્રમમાં શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, તાલુકા યુવા ભાજપ હરેશભાઈ મદ્રેસાણીયા , તાલુકા પંચાયત પ્રમુખ હરુભા ઝાલા, કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેર પૂર્વ ડાયરેક્ટર માટીકામ કલાકારી બોર્ડ સુરેશભાઈ પ્રજાપતિ, બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ અમુભાઈ ઠાકરાણી, જીલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ જ્યોત્સનાબેન રાઠોડ, મહિલા મોરચાના પ્રમુખ પ્રજ્ઞાબા ઝાલા,ધરમશીભાઈ માલકીયા, ઢુવા ગ્રામ પંચાયત ના ઉપપ્રમુખ ઈન્દ્રજીસિંહ ઝાલા, યુવા મહામંત્રી નીતિશભાઈ પાટડીયા, રઘુભાઈ નગવાડીયા, શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ રમેશભાઈ મકવાણા, શહેર કિશાન મોરચાના પ્રમુખ ક્રિપાલસિહ ઝાલા તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !