લોકોને એચ.આઈ.વી./ એઈડ્સ વિશે સાચી અને સંપૂર્ણ જાણકારી અને માહિતી મળે, તેના વિશેની ગેર-માન્યતાઓ દૂર થાય, જેથી એચ.આઈ.વી. ગ્રસ્ત વ્યક્તિઓ પ્રત્યે ધૃણા તથા ભેદભાવ દૂર થાય અને તેઓના હક તથા સન્માનની જાળવણી થાય તે હેતુથી 1 લી ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ એઈડ્સ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. સન 1988 ના 1લી ડિસેમ્બરના રોજ પ્રથમ વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં હતી. તે જોતા હાલ 1લી ડિસેમ્બર, 2023ના રોજ 36મા (છત્રીસમા) વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે અલગ અલગ થીમને આધારે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની વિશ્વ એઈડ્સ દિવસની થીમ છે Let Communities Lead એટલેકે “દરેક સમુદાય એચ.આઈ.વી./ એઈડ્સની નાબૂદી માટે નેતૃત્વ લે”.
મોરબી જિલ્લામાં વિશ્વ એડ્સ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા હોસ્પિટલ ખાતે વિશ્વ એડ્સ દિવસની થીમ ના આધારે રંગોળી દોરવામાં આવેલ હતી ત્યારબાદ નર્સિંગ સ્કૂલ વિધાર્થીઓ સાથે રેલી નું આયોજન કરવામાં આવેલ હતું.
જે રેલી હોસ્પિટલ ખાતેથી જૂના બસ સ્ટેન્ડ સુધી જઈ પરત હોસ્પિટલ સુધી આવેલ હતી તેમજ ત્યારબાદ હોસ્પિટલ ખાતે CDMO ડોક્ટર પ્રદીપ દુધરેજિયા સાહેબ દ્વારા એચઆઇવી એઇડ્સ દિવસના ભાગરૂપે માહિતી આપેલ હતી તેમજ DTHO ડોક્ટર ધનસુખ અજાણા સાહેબના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમ કરેલ હતો આ કાર્યક્રમમાં DISH DAPCU તરફથી CSO સુરેશભાઈ હાજર રહેલ હતા તેમજ ICTC ખાતેથી વસંતભાઈ તેમજ યાકુભાઈ હાજર રહેલ હતા DTI વિભાગથી પીન્ટુભાઇ હાજર રહેલ હતા તેમજ શ્વેતના પ્રોગ્રામથી પ્રોગ્રામ ઓફિસર પીયુષભાઈ તેમજ રાજેશભાઈ હાજર રહેલા હતા તેમજ એચઆઈવીને અટકાવવા માટે લક્ષિત દરમિયાનગીરી પ્રોગ્રામ ચાલતા અનમોલ ટ્રસ્ટ દરેક સ્ટાફ તેમજ નવજીવન ટ્રસ્ટના દરેક સ્ટાફ આ કાર્યક્રમમાં હાજર રહેલા હતા તેમ જ વિહાન પ્રોગ્રામથી સ્ટાફ હાજર રહેલ હતો તેમ જ નર્સિંગ થી કે ડી ચરોલા સાહેબ તેમજ સ્કૂલ નો સ્ટાફ પણ હાજર રહેલ હતા