ડોન હોવાની હવામાં ફરતી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા.

Unknown
આ છે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા. જેના પર દલિત યુવકને માર મારીને અપમાનિત કરવાનો આરોપ છે. વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક, એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે. આરોપી વિભુતી પટેલ ઉર્ફે રાણીબા લેડી ડોનના વહેમમાં ફરતી હોય તેવી રીતે આ પહેલાં પણ તે ચર્ચામાં આવી હતી. સોશિયલ મીડિયામાં તેના અનેક વીડિયો જોવા મળી રહ્યા છે. જેમાં તે લેડી ડોન હોય તેવા અંદાજ જોવા મળે છે. જો કે, લેડી ડોન હોવાનો ડોળ કરતી વિભૂતિ પટેલ પોલીસે ગુનો નોંધતા ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. નવાઈની વાત તો એ છે કે વિભૂતિ સોશ્યલ મીડિયામાં જે કારમાં જોવા મળી રહી છે તેમાં નિયમ વિરૂદ્ધ બ્લેક ફિલ્મ લગાવેલી છે. એટલું જ નહીં તેની નંબર પ્લેટ પણ નિયમ પ્રમાણેની નથી. સામાન્ય નાગરિકોને મેમો પકડાવવા દોડતી પોલીસ આવા તત્વો સામે કેમ ચૂપ થઈ જાય છે એ પણ મોટો સવાલ છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !