જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી

Machhu news morbi
*''સ્વચ્છતા હી સેવા અભિયાન''*

*જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી*

*જામનગર તા.16 નવેમ્બર,* સમગ્ર રાજ્યમાં અત્યારે ''સ્વચ્છતા હી સેવા અભિયાન'' માં બહોળી સંખ્યામાં નાગરિકો ભાગ લઈ રહ્યા છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના જાહેર માર્ગોની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ અને સ્થાનિક ગ્રામજનો જોડાયા હતા. 

ઉલ્લેખનીય છે કે, આગામી તા.18 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં દિવાળીના ફટાકડાના કચરાનો નિકાલ અને જાહેર માર્ગોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !