મોરબી: 3 જેટલા ગુન્હામાં 21 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ.

Machhu news morbi
મોરબી: 3 જેટલા ગુન્હામાં 21 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ

મોરબી: ટંકારા તથા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં તથા ટંકારા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી નાશી જવાના ગુન્હામાં એમ કુલ-૩ ગુન્હામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના મંદસૌર જિલ્લા ખાતેથી મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ-૩૨૩, ૩૯૪ (૨) ઇ.પી.કો. કલમ-૨૨૩,૨૨૪ તથા (૩) માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ-૩૨૩, ૩૯૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી નારજી કાનજી ડીંડોર રહે. માદલકા કદવાલી ફળીયુ તા.થાંદલા જી.જાબુંઆ (એમ.પી.) વાળો હાલે મધ્યપ્રદેશ રાજયના મંદસૌર જિલ્લા ખાતે હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર બાતમી મળતા તુરંત જ સ્ટાફની ટીમ બનાવી મધ્યપ્રદેશ રાજયના મંદસૌર જિલ્લા ખાતે મોકલતા ટીમ દ્રારા બાતમી વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ત્રણ જેટલા ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી નારજી કાનજી ડીંડોર ઉ.વ.૪૪ રહે. માદલકા કદવાલી ફળીયુ તા.થાંદલા જી.જાબુંઆ (એમ.પી.) વાળો મંદસૌર કંબલકેન્દ્ર રોડ નયાઅબાદી વિસ્તારમાંથી તા.૨૯/૧૧/૨૩ ના રોજ મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આમ, ટંકારા તથા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં તથા ટંકારા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી નાશી જવાના ગુન્હામાં એમ કુલ-૩ ગુન્હામાં છેલ્લા ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !