જામનગર તાલુકાના દરેડ ગામમાં આયુષ મેળાનું આયોજન કરાયું...

Machhu news morbi
*જામનગર તાલુકાના દરેડ ગામમાં આયુષ મેળાનું આયોજન કરાયું*
*જામનગર તા.30 ઓક્ટોબર,* રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ-2023ની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર, નિયામકશ્રી આયૂષની કચેરી, ગાંધીનગર અને વિભાગીય નાયબ નિયામકશ્રી, રાજકોટના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને જોડિયા સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા જામનગર તાલુકાના દરેડ ગામમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને કાર્યક્રમના અધ્યક્ષશ્રી મેયબેન ગરસર દ્વારા આયુષ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આયુષ મેળામાં આયુર્વેદ નિદાન, સારવાર કેમ્પ, હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, પ્રકૃતિ પરીક્ષણ, સુર્વણપ્રાશન, સ્વસ્થવૃત ચાર્ટ પ્રદર્શન, સ્વસ્થવૃત પત્રિકા વિતરણ, અગ્નિકર્મ, પંચકર્મ નિદર્શન, મીલેટ્સ પ્રદર્શન, રસોડાના મરીમસાલાનું પ્રદર્શન, યોગા નિદર્શન,યોગા પ્રદર્શન, વનૌષધિ પ્રદર્શન, ઔષધ રોપા વિતરણ, સ્વાસ્થ્યવર્ધક ઉકાળા વિતરણ, સંશમનીવટી, આર્શેનિક આલવ વિતરણ અને જરા ચિકિત્સા- આમ વિવિધ પ્રકારની સેવાઓ આ આયુષ મેળામાં નાગરિકોને આપવામાં આવી હતી. 
આ આયુષ મેળામાં જામનગર જિલ્લાના તમામ આયુર્વેદ અને હોમિયોપેથી ક્ષેત્રના તબીબોએ સેવા આપી હતી. ઉક્ત કાર્યક્રમમાં, દરેડ ગામના ઉપસરપંચશ્રી ભાવનાબેન દુધાગરા, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.ફોરમબેન પરમાર, વૈદ્ય પંચકર્મશ્રી ડો.એચ.એમ.જેતપરીયા અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.ફોરમબેન પરમાર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !