અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના પનાર ગામે શ્રી ખોડિયાર માતાજી નો પ્રથમ પાટોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

Machhu news morbi
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના પનાર ગામે શ્રી ખોડિયાર માતાજી નો પ્રથમ પાટોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
દેત્રોજ તાલુકાના પનાર ગામે પ્રથમ પાટોત્સવ નુ આયોજન સવંત ૨૦૭૯ ના આસો સુદ ૧૩ ને શુક્રવારે તા ૨૭/૧૦/૨૦૨૩ના શુભદિને રાખેલ હતું જેમા યજ્ઞ પ્રારંભ સવારે ૦૮. ૧૫.કલાકે અને યજ્ઞ પુર્ણાહુત બોપોરે ૧૨. ૩૯ ત્યારબાદ ભોજન સમારંભ કરવામા આવ્યો હતો.
આ પ્રથમ પાટોત્સવ મા દરેક ધર્મપ્રેમી ભાવિભક્તો એ દર્શનનો અને ભોજન નો લાભ લીધો હતો.
પનાર થી રામપુરા જતા ચોકડી પર આવેલ શ્રી ખોડીયાર માતાજી પ્રથમ પાટોત્સવ મા ભોજન પ્રસાદ ના દાતા શ્રી દિપાજી બદસંગજી અને મંડપના દાતા શ્રી સુરજસિહ મુળસિહ તેમજ હવનના પુજાના દાતા શ્રી રસિકજી અમરાજી અને આમંત્રણ પત્રિકાના દાતા શ્રી કરણસિંહ વિનુભાઈ જ્યારે વોટર કુલરના દાતા શ્રી નીરમળસિહ બચુભા ભામાશા ઓએ યોગદાન કરેલ જ્યારે દેત્રોજ તાલુકાના નાયબ મામલતદાર શ્રી જીગરભાઈ ઓનાં હાથે વોટર કલરની રીબીન કાપવામા આવી હતી તદ ઉપરાંત અમદાવાદ જીલ્લા ના કીશાન મોરચા ના મંત્રી શ્રી ઝીલુભા જાલમસિહ હાજર રહ્યા હતા.
શ્રી ખોડિયાર માતાજી પ્રથમ પાટોત્સવ મા આજુ બાજુ ના ગામના ધર્મપ્રેમી ભાવિભક્તો એ મોટી સંખ્યામાં ભોજન અને દર્શનનો લાભ લીધો હતો.
*કેમેરામેન અફજલખાન પઠાણ સાણંદ સાથે બહેલોલ મલેક*
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !