મોરબીના લીલાપરથી ઉમિયા સર્કલ જવાના રોડને વનવે જાહેર કરાયો.

Machhu news morbi
મોરબીના લીલાપરથી ઉમિયા સર્કલ જવાના રોડને વનવે જાહેર કરાયો
મોરબીના લીલાપરથી ઉમિયા સર્કલ જવાના માર્ગે આવતી રવાપર ચોકડી અને ઉમિયા સર્કલથી લીલાપર જવા માટે નિર્મલ સ્કૂલ વાળા રોડને વનવે રૂટ જાહેર કરવામાં આવ્યો છે અને જાહેરનામું આગામી ૧ માસ સુધી અમલી રહેશે.મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ જી ટી પંડ્યા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૩૩ (૧) બી અન્વયે મળેલી સત્તાની રૂએ લીલાપરથી ઉમિયા સર્કલ જવાના રોડને વનવે રૂટ જાહેર કરવામાં આવ્યો છે જ્યાં સવારે ૭ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી વનવે અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે જાહેરનામું આગામી ૩૦ દિવસ સુધી અમલી રહેશે.વનવે રૂટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં લીલાપર તરફથી ઉમીય સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળો રૂટ વનવે રહેશે જેથી લીલાપર તરફથી આવતા વાહનો શ્યામ ગ્લાસવેર એસ.પી.રોડના નાકેથી રવાપર ચોકડીથી નિર્મલ સ્કૂલ થઈને ઉમિયા સર્કલ તરફ જવા માટેનો રૂટ રહેશે ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફથી જવા માટે નિર્મલ સ્કૂલ વાળો રોડ રૂટ વનવે રહેશે જેથી ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફ જવા માટે ઉમિયા સર્કલથી અવની કોહ્ક્દીથી રવાપર ચોકડી (સ્વાગત હોલ) થી વર્ધમાન ચોકડી થઈને લીલાપર તરફ જવા માટેનો રૂટ રહેશે જે હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !